________________
૩૯૬
ભગવાન મહાવીર : એક અનુશીલન
કેઈ એક પાંદડું પણ ઉઠાવે તે હું એને શિક્ષા કરવા માટે પરશુ (કુહાડી) લઈને મારવા દેતે. મારી કૂર પ્રકૃતિથી બધા ધ્રુજતા હતા.
એક દિવસ હું બહાર ગયેલે હતો. તાંબિકાના રાજકુમારો ખેલતા-કૂદતા એ આશ્રમમાં આવી પહોંચ્યા. કિકિયારી કરીને તેઓ રમવા લાગ્યા અને કાચાં અને પાકાં ફળ તેડી–તેડી નીચે પાડવા લાગ્યા. ફૂલે અને પાંદડાને તેડી પાડયાં. લતા અને છોડને ઉખાડિીને એને ઢગલે કર્યો.
જે હું બહારથી આવ્ય, રાજકુમારોને ઉત્પાત કરતા જોયા કે મારી આંખમાંથી ખૂન વરસવા લાગ્યું. આવેશથી મારા મસ્તકની નશે ફાટવા લાગી. હું એમને મારવા માટે ધારદાર કુહાડી લઈને દેડ – અરે દુર્ટો ! લે હવે હું તમને મજા ચખાડું છું, તમારા ગરમ અને તાજા લેહીથી હું વૃક્ષોનાં મૂળને સિંચીશ. ૭
મારે વિકરાળ ચહેરે જોઈને બાલકે કંપી ઊઠયા. મને વધુ ચીઢાવવા તાલીઓ પાડતા આમતેમ ઘૂમવા લાગ્યા. હું એમને પકડવા માટે આમતેમ દેડી રહ્યો હતો. દેડતે દોડતે હું હાંફી ગયે. પસીનાથી શરીર તરળ થઈ ગયું. આંખ આગળ અધિકાર છવાઈ ગયે. આંખે કરાઓને જોવામાં પડી હતી એટલામાં એક ખૂબ મોટા ખાડામાં, હું ધડામ દઈને પડી ગયે. હાથમાં રહેલી કુહાડી મને માથામાં વાગી જેનાથી મારા માથાના ટુકડે-ટુકડા થઈ ગયા. ભયાનક ક્રોધાવેશમાં મરીને હું અહીં દષ્ટિવિષ સાપ બન્યા. આ જન્મમાં પણ મારે કોધ ક્યાં શાંત છે. મારા વિષાક્ત ફૂંફાડાથી મેં આખા વનને વિષાક્ત બનાવી દીધું છે. સુંદર માણસથી ભરેલ આકર્ષક પ્રદેશને નિજન બનાવી દીધું છે. અત્યારે મારાથી બધા ભયભીત છે, આ પ્રમાણે પૂર્વ
१७. मा वेगेण पलायह वट्टह सडमुहा खण एक्क । तालपुलाणिव सीसे, जेण कुहाडेण पाडेमि ।।
-મહાવીર ચરિયું (ગુણ.). ૧૭૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org