________________
ચંડકૌશિકને પ્રતિબંધ
૩૯૫
માટે ફરતે હતે. અસાવધાનીથી પગ નીચે દબાઈને એક ક્ષુદ્ર દેડકે મરી ગયે. મારી સાથે એક નાનો વિનીત શિષ્ય પણ હતા. એણે મને જણાવ્યું ગુરુદેવ! ભૂલથી આપના પગ નીચે દેડકે દબાઈ ગયે છે.
શિષ્યની વિનમ્ર સૂચના પર મે ધ્યાન આપ્યું નહીં. મેં શિષ્યને ઘૂરકીને માર્ગમાં પડેલા બીજા દેડકાને બતાવીને કહ્યું–શું આને પણ મેં કચડી નાંખે છે? શિગે વિચાર્યું, આ સમયે ગુરુને ક્રોધ ચઢયે લાગે છે, તે મૌન રહ્યો. અમે બને ઉપાશ્રયમાં આવ્યા
સંધ્યાના સમયે શિષ્ય જોયું-ગુરુદેવ, પ્રતિક્રમણ કરી રહ્યા છે. પરંતુ દેડકાના પ્રાણ-વિરોધની હિંસાનું પ્રાયશ્ચિત કર્યું નહીં. સંભવતઃ ભૂલી ગયા હશે તેણે વિનય અને સદ્ભાવનાની સાથે પ્રાતઃકાલીન વિરાધનાની આલેચના અંગે સૂચન કર્યું બસ પછી શું હતું? મારે ક્રોધ ભભૂકી ઊઠ. દુષ્ટ! સવારથી મારી પાછળ પડી ગયું છે, મને વારંવાર પરેશાન કરે છે. તે હવે દેડકા અને તારી બન્નેની હત્યાનું પ્રાયશ્ચિત એકી સાથે કરી લઈશ. હાથમાં ડંડો લઈ શિષ્યને મારવા દેડ. પણ મારું રૌદ્ર સ્વરૂપ જોઈને શિષ્ય ચપલતાથી જલદીથી એક બાજુ ખસી ગયે. અંધકારમાં કંઈ પણ સ્પષ્ટ દેખાતું ન હતું. બીજી બાજુ ક્રોધને અંધકાર પણ એટલે ગહન હતું, કે હું એક થાંભલા સાથે અથડાઈ પડે. મારા મસ્તકના ટુકડે ટુકડા થઈ ગયા.
ત્યાંથી મરીને પૂર્વ તપને કારણે તિષી દેવતા બન્યું અને ત્યાંથી શ્રુત થઈ કનકખલ આશ્રમમાં કુલપતિને પુત્ર કૌશિક થ. યુવાવસ્થામાં આશ્રમના પાંચસે તપસ્વીઓને અધિનાયક થ. બાલ્યકાળથી હું કોધી હતે. પણ અધિકાર હાથમાં આવવાથી મારું રૂપ અત્યધિક ઉગ્ર થઈ ગયું. અત્યંત ક્રોધી હોવાથી લેકો મને “ચંડકૌશિક’ કહીને બોલાવવા લાગ્યા.
આશ્રમ પર મારી અત્યધિક આસક્તિ અને મમતા હતાં, કોઈને પણ હું આશ્રમનું એક પાંદડું પણ તેડવા નહોતા દેતે. જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org