________________
ભગવાન મહાવીર ; એક અનુશીલન
૭. હું તર`ગાકુલ મહાસમુદ્રને પોતાના હાથ વડે તરીને પાર કરી ચૂકયો છું.
૩૮}
૮. જાજવલ્યમાન સૂર્ય આખા વિશ્વને આલેકિત કરી રહ્યો છે. ૯. ' પાતાના વૈ^ વર્ણના આંતરડાથી માનુષોત્તર પતને અવેષ્ટિત કરી રહ્યો છું.
૧૦. હું પર્વત પર ચડી રહ્યો છુ.
સ્વમાનન્તર ભગવાનની ઊંઘ ઊડી ગઈ, કેમકે ઊધ દરમ્યાન ભગવાન ઊભેલા જ હતા. સાધનાકાલના આ પ્રથમ પ્રસગ હતા કે જ્યારે ભગવાનને ક્ષણભર ઊંઘ આવી ગઈ હોય આ ભગવાનના જીવનકાલની અંતિમ ઊંઘ હતી.
રાત્રીમાં શૂલપાણિના ભયંકર અટ્ટહાસને સાંભળી ગામવાસીઓએ એ સમયે અનુમાન કર્યું કે મંદિરમાં રહેલા તે સાધુ સદા માટે ચાલ્યા ગયા. અને પ્રાતઃકાલ પૂર્વે જ્યારે સંગીતની સુમધુર સ્વરલહરી સાંભળી એમનું અનુમાન વધુ દૃઢ થયું કે સાધુના મૃત્યુથી પેાતાના હૃદયની પ્રસન્નતા યક્ષ સંગીતના માધ્યમ દ્વારા વ્યક્ત કરી રહ્યો છે.
ઉત્પલ નામના એક નિમિત્તજ્ઞ અસ્થિક ગામમાં રહેતા હતા. તે પહેલાં ભગવાન પાર્શ્વનાથની પરંપરાના શ્રમણ બન્યા હતા. પણ કેટલાંક કારણેાને લીધે એનું શ્રમણત્વ નષ્ટ થઈ ગયું હતું. જ્યારે એણે ભગવાન મહાવીરના યક્ષાયતનમાં રહેવાના સમાચાર જાણ્યા એટલે અનિષ્ટની શંકાથી એનું હૃદય ધડકી ઊઠયું. સવારમાં તે ઇન્દ્રશમાં પૂજારીની સાથે ત્યાં યક્ષ-આયતનમાં આવી પહેાંચ્ચે, પણ પેાતાની ધારણાથી વિપરીત યક્ષ દ્વારા ભગવાન મહાવીરને પૂજાયેલા જોઈ ને એના આશ્ચર્યને પાર ન રહ્યો. તે બન્ને પણ પ્રભુના ચરણામાં નમસ્કાર કરવા લાગ્યા-પ્રભુ ! આપનું આત્મતેજ અપૂર્વ છે. આપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org