________________
દશા સ્વપ્ન
૩૮૭
યક્ષપ્રપને શાંત કરી દીધો. આપ ધન્ય છે.૫૧.૫૨
- નિમિત્તજ્ઞ ઉત્પલે જણાવ્યું–પ્રભુ, આપે રાત્રિના પશ્ચિમ પ્રહરમાં જે દસ સ્વમ જેયાં છે, એનું ફલ આ પ્રમાણે પ્રાપ્ત થશે. (૧) આપ મેહનીય કર્મનો નાશ કરશે. (૨) સદા-સર્વદા આપ શુકલધ્યાનમાં રહેશે. (૩) વિવિધ જ્ઞાનમય દ્વાદશાંગ કૃતની પ્રરૂપણા કરશે. (૪) ....? (એનું ફળ મને ખબર નથી.) (૫) ચતુર્વિધ સંઘ આપની સેવામાં રહેશે. (૬) ચતુવિધ દેવ પણ આપની સેવામાં રહેશે. (૭) સંસારસાગરને આપ પાર કરશે. (૮) કેવલજ્ઞાન અને કેવલ દર્શને આપ પ્રાપ્ત કરશે (૯) યત્ર-તત્ર-સર્વત્ર આપની કીર્તિ-કૌમુદી ચમકશે. (૧૦) સમવસરણમાં સિંહાસન પર બિરાજીને આપ ધર્મની સંસ્થાપના
કરશે.૫૩
આ પ્રમાણે એ નવ સ્વમોનાં ફળ મને જ્ઞાત છે, પણ ચેથા સ્વમનું ફળ મારી સમજણમાં આવ્યું નથી ! ભગવાને સ્વયં ચોથા સ્વમનું ફળ બતાવતાં કહ્યું– ઉત્પલ, હું સર્વવિરતિ અને દેશવિરતિ રૂપ બે પ્રકારના ધર્મની પ્રરૂપણું કરીશ.૫૪ ભગવાનની વાત સાંભળી નિમિત્ત ઘણે પ્રસન્ન થયે. ૫૧, પર. (ક) આવશ્યક મલ. ૨૭૦
(ખ) મહાવીર ચરિયું. ૧૫૫,૧ ૫૩. (ક) આવશ્યક ચૂર્ણિ ૨૭૫
(ખ) આવ. મલ. વૃત્તિ ૨૭૦ - (ગ) મહાવીર ચરિયું ૫,૧૫૫
(ઘ) ભગવતી સૂત્ર ૧૬,૬,૫૮૦ ૫૪. આવશ્યક મલય. વૃત્તિ ૨૭૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org