________________
દશ સ્વપ્ન
૩૮૫
ભગવાનના ઉદ્બોધનથી શૂલપાણિનાં અંતરચક્ષુ ખૂલી ગયાં, મનને ભય શમી ગયે. એને કોધ શાંત થઈ ગયે. એકને પ્રતિબધિત કરતાં હજારો-લાખો માનવીની વિપત્તિઓ નિર્દૂલ થઈ ગઈ
યક્ષના પહેલા નમસ્કાર ભય-પ્રેરિત હતા. હવે તે શ્રદ્ધાસ્નિગ્ધ ભક્તિમાં પલટાઈ ગયે. રણ જેવા નીરસ હૃદયમાં કરુણાની સ્ત્રોતસ્વિની– નદી વહેવા લાગી. કેટલીક પળે પૂર્વે જે નિષ્ફર અને ઉદ્ધત દાનવ હતે, હવે તે ભક્તિવિનમ્ર થઈ ગયો. એણે ભક્તિ-વિભોર થઈને મધુર સ્વરમાં પ્રભુની સ્તુતિને પ્રારંભ કર્યો. પહેલા ભીષણ હુંકાર અને અટ્ટહાસ્યથી દિશાએ કંપી રહી હતી, જ્યારે હવે સંગીતની સુમધુર સ્વરલહરીઓથી દિગદિગન્ત મુખરિત થઈ રહ્યું હતું.
દશ સ્વપ્ન
એક મુહુર્ત રાત્રિ બાકી રહી ત્યારે ભગવાને એ રાત્રિએ કેટલીક ક્ષણ માટે ઊંઘ આવી ગઈ. આ સમય દરમિયાન એમણે દસ સ્વમ જયાં.૫૦
૧. હું એક ભયંકર તાડ જેવા ઊંચા પિશાચને મારી રહ્યો છું ૨. મારી સામે એક વેત પુસ્કેકિલ ઉપસ્થિત છે. ૩. મારી સામે એક રંગી–બેરંગી પુસ્કેકિલ ઉપસ્થિત છે. ૪. બે રતનમાળાઓ મારી સમક્ષ છે. ૫. એક વેત ગોકલ–ગાનું પણ મારી સંમુખ છે.
૬. એક વિકસિત પદ્મ સરોવર મારી સામે સ્થિત છે. ૫૦. (ક) તય સામી જૂને ચત્તાર ના મતી વરિતાવીતે ઘમાયાજે મુદુત્તમે निद्दापमायं गतो ।
-આવ, મલ, ૨૭૦,૧ (ખ), મહાવીર ચરિયું. પૃ. ૧૫૫ (ગ) ત્રિષષ્ટિ. ૧૦,૩, ૧૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org