________________
૩૮૪
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
તેઓ યક્ષને પ્રતિધ આપવા આવ્યા હતા. પણ ક્રોધની ઉષ્ણ મનેભૂમિમાં મેધનું કલ્પવૃક્ષ કેવી રીતે અંકુરિત થઈ શકે, મનના દૈત્યને પરાજય થયા વગર અન્તરતમ દેવતાનાં દર્શન થઈ શકતાં જ નથી.
ન
લેામહ ક ઉપદ્રવાની લાંબી શૃંખલા ચાલતી રહી. યક્ષ વિચારતા રહ્યો-હમણાં પડો, હમણાં મર્યાં. પશુ તે મહાશ્રમણ્ પડચા કે ન મર્યાં. ઉપદ્રવ કરતાં કરતાં યક્ષ પોતે થાકીને લોથ થઈ ગયેા. રાક્ષસી ખલ મહાવીરના આત્મખલથી પરાજિત થઈ ગયું. એનું ધૈર્ય ધ્વસ્ત થઈ ગયું. પ્રભુની અદ્ભુત તિતિક્ષા જોઈને તે ચકિત અને સ્થંભિત થઈ ગયેા. ધીરે ધીરે એના હૃદયનું પરિવર્તન થઈ ગયું. તે મહાશ્રમણના ચરણામાં નમી પડ્યો “ પ્રભુ ! મને માફ કરે, મેં અપરાધ નહીં, મહા-અપરાધ કર્યા છે. આપને તે એળખ્યા નહી.”૪૯
પ્રભુએ ધ્યાન–સમાધિ છેડી. એમનાં નેત્રોથી સ્નેહ અને કરુણાની ભાષા વહી રહી હતી—યજ્ઞ ભયભીત અને નહીં. મે’ પ્રાણીમાત્રને અભય આપ્યા છે. તું ક્રોધ અને ઘૃણાને વશ થઈ માનવનાં હાડકાં સાથે ખેલ ખેલતા રહ્યો છે, પરંતુ આ ક્રૂર ક્રીડા તારા મનને કી શાંતિ આપી શકી નથી, ક્ષમા અને પ્રેમથી જ હૃદયમાં શાંતિને આવિષ્કાર થાય છે. એ જ અભયના પ્રશસ્ત માર્ગ છે.'
(ખ) આવ. મલય, વૃત્તિ પુ. ૨૭૦/૧ (ગ) આ. હારિભદ્રીયા વૃત્તિ પુ. ૧૯૧ (ધ) મહાવીર ચરિય’ ૫,૧૫૪ ૪૯. (ક) આવ. સૂણિ ૨૭૪
(ખ) આવ. મલ. વૃત્તિ ૨૭૦,૧ (ગ) આવ. હારિ. વૃત્તિ ૧૯૧ (ધ) મહાવીર રિય ૫,૧૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org