________________
શલપાણિ યક્ષને ઉપદ્રવ
૩૮૩
ભક્ષ મળશે? અહ....હા, યક્ષે ફરી એક કુર અટ્ટહાસ્ય કર્યું. મંદિરની જીર્ણ દીવાલ કંપી ઊઠી.૪૭
મહાશ્રમણ એ વખતે પણ મૌન, અચલ અને નિર્ભય ઊભા હતા. એમની પ્રશાંત મુખમુદ્રામાં ન તે ભયની રેખા હતી અને ન તે એમના શરીર પર ભયનો હળવે રેમાંચ હતે.
યક્ષ આશ્ચર્યચકિત થઈ ગયે. એ વિચારવા લાગ્ય-અટ્ટહાસ્યથી મોટા મોટા દ્ધાએ ભશ્મિભૂત થઈ જાય છે, પણ આ તે ખૂબ વિચિત્ર માનવ છે. એનું બૈર્ય વજની માફક અવિચલ, અવિકલ છે, શું આ માનવ છે કે અન્ય કઈ?
યક્ષે આ વખતે પૂરી તાકાત અજમાવીને રૌદ્ર સ્વરૂપ પ્રગટ કર્યું. એણે હાથીનું રૂપ બનાવ્યું. દન્ત પ્રહાર કરવા અને પગથી કચડી નાખવા છતાં તેઓ અવિચલ રહ્યા. યક્ષે પિશાચનું વિકરાળ રૂપે પ્રગટ કરીને તીણ નખ અને દાંતે વડે મહાવીરનાં અંગોને કેચ્યાં તોપણ એમના મનમાં રેષ આજે નહીં મુખમાંથી સીસકારે પણ નીકળે નહીં. એ સર્પ બનીને જોરથી કરડ્યો તે પણ મહાવીર ધ્યાનભગ્ન ન થયા. આખરે એણે પોતાની દિવ્ય દેવશક્તિથી એમનાં આંખ, કાન, નાક, માથું, દાંત, નખ અને પીઠમાં ભયંકર વેદના ઉત્પન્ન કરી. આ પ્રકારની એક વેદનાથી પણ સાધારણ પ્રાણી વ્યાકુળ થઈને તત્કાલ મૃત્યુ પામી જાય છે. પણ મહાવીરે તે એ બધી (સાત ભયંકર) વેદનાઓને શાંત ભાવે સહન કરી લીધી.૪૮ તે હજી પણ “મેવ વાળ ઝઝૂંપમાળા” –સુમેરુની જેમ અકંપિત હતા. ૪૭. (ક) આવા ચૂણિ પૂ. ર૭૩ (ખ) આવ. મલ. વૃત્તિ પૃ. ૨૬૯ (ગ) આવ.
હારિ. વૃત્તિ ૧૯૧ (ધ) મહાવીર ચયિં ૫,૧૫૪ ४८. (8) सत्तवीह वेयणं करेति-सीसवेयणं कनवेयण अच्छिवेयण दंतवेयण,
णहवेयण नक्कवेयण पिट्ठवेययणं, एकेका वेयणा समत्था पागतस्य जीत संकामेत्तुं, किं पुण सत्त तायो उज्जलाओ ।
આવ. ચૂણિ ૨૭૪
Jain Education International
For Private & Personal Use Only
: www.jainelibrary.org