________________
શૂલપાણિ યક્ષનો ઉપદ્રવ
૩૮૧
પધાર્યા. ગામની બહાર ઉધાનમાં એક યક્ષનું મંદિર હતું. જેની આસપાસમાં ન તે વસ્તી હતી અને ન લેકેની અવરજવર હતી. સુમસામ અને ભયંકર વાતાવરણ હતું. ભગવાન ધ્યાન માટે આ સ્થાનને યોગ્ય જાણ તે તરફ ચાલવા લાગ્યા.
ગામનો સીધો માર્ગ છોડી યક્ષ-મંદિરની તરફ આગળ વધતા જોઈને લેકેએ કહ્યું, “દેવાર્ય ! ત્યાં ક્યાં જઈ રહ્યા છે ?”
મહાશ્રમણે શાંત અને ધીર સ્વરમાં એમને પૂછવું – “મારે ધ્યાન કરવા માટે એકાંત સ્થાન જોઈએ, શું હું આ મંદિરમાં રહી શકું છું? શું તમારી અનુમતિ છે?”૪૪
લોકેએ આશ્ચર્ય સાથે કહ્યું–“શું કહ્યું આ મંદિરમાં ? કદાપિ નહીં. દેવાર્ય ! એ યક્ષ ખૂબ રૌદ્ર છે. ઉપદ્રવી છે. માનવની આકૃતિને જ નહીં, પણ માનવના શરીરની ગંધને પણ તે ઘણું કરે છે. જે માનવ રાત્રિનિવાસ કરે છે, તે સવારે મરેલો જોવા મળે છે. સૂર્યની માફક આપને ચહેરે ચમકી રહ્યો છે. ગુલાબના ફૂલની માફક આપનું સુકુમાર સૌન્દર્ય ખીલી રહ્યું છે. એમાં સહજસ્નેહનું અમૃત ઝળકી રહ્યું છે. આપ ત્યાં ન જાવ, એવી અમારી નમ્ર પ્રાર્થના છે કે આપ અમારી વસ્તીમાં રોકાવ. અમે આપના માટે સારા મકાનની વ્યવસ્થા કરીશું. ” પણ ભગવાને યક્ષને પ્રતિ બેધ પમાડવા માટે અને ઉપસર્ગ સહન કરવા માટે ફરીથી એ સ્થાનની માગણી કરી. ગ્રામનિવાસીઓએ અનુમતિ આપી. ભગવાન એક ખૂણામાં ધ્યાનસ્થ થઈ ગયા.૪૫
સાંધ્ય પૂજા માટે ઈન્દ્રશર્મા નામને પૂજારી આવે, પૂજા કર્યા પછી બધા યાત્રીઓને યક્ષાયતનથી બહાર કાઢી મૂક્યા. ભગવાનને ૪૪. (ક) આવશ્યક ચૂર્ણિ ૨૭૨ (५) अहो एस्थ जक्खगिहे अम्हे निवसामो ?
-મહાવીર ચરિયં-ગુણચન્દ્ર ૧૫૩ ४५ जाणइ सेा सबुज्झिहिइ, ततो गता एगे कुणे पडिम ठितो ।
-આવ. મલ. ૨૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org