________________
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
આવશ્યક ચૂર્ણિ અને મહાવીરચરિય ૨૪ આદિમાં વર્ણન પ્રાપ્ત થાય છે કે જ્યારે દીક્ષા લેવાનું એક વર્ષ બાકી રહ્યું ત્યારે મહાવીરે મનમાં એ સંકલ્પ કર્યો કે હું એક વર્ષ પછી નિષ્ક્રમણ કરીશ. ત્યારે દેવેન્દ્રનું આસન ડેલ્યું, એણે અવધિજ્ઞાનથી જોયું કે વર્ધમાન વાર્ષિક દાન આપવાને વિચાર કરી રહ્યા છે, હવે મારું એ કર્તવ્ય છે કે ત્રણ અબજ અઠ્યાસી કોડ અને એંશી લાખની સુવર્ણ મુદ્રાઓ એમના ભંડારમાં ભરી દઉં. એણે વૈશ્રમણ દેવ દ્વારા એટલી સંપત્તિ વર્ધમાનના ભંડારોમાં પહોંચાડી. પછી વર્ધમાન દરજ દાન આપવા લાગ્યા. દાન લેનારમાં સનાથ, અનાથ, રેગી, ભિક્ષુક, દરિદ્ર વગેરે અનેક પ્રકારની વ્યક્તિ હતી. ભગવાન દરરોજ એક કરોડ આઠ લાખ સુવર્ણ મુદ્રાઓનું દાન આપતાં ભારતના એક ખૂણેથી બીજા ખૂણા સુધીના લેકે દાન માટે આવવા લાગ્યા.
રાજા નન્દિવર્ધને કુંડગ્રામ નગરમાં તથા એ પ્રાન્તમાં યત્ર-તત્ર સર્વત્ર ભોજનશાલાએ બનાવરાવી, જેમાં બધા આનંદપૂર્વક ભજન કરી શકે. વસ્ત્ર, પાત્ર વગેરે વસ્તુઓ જોઈએ એ વસ્તુઓ આપવા લાગ્યા એટલે કે માં એ વાત ફેલાઈ ગઈ કે નન્દિવર્ધન રાજાને ત્યાં જેને જે વસ્તુની આવશ્યકતા હોય તે વસ્તુ મળી જાય છે. આ પ્રમાણે ભગવાનને દેએ જે સંપત્તિ આપી હતી તે સર્વ જનતા –જનાર્દનના કલ્યાણ માટે સમર્પિત કરી દીધી.
- અહીં એક પ્રશ્ન થાય છે કે ભગવાન મહાવીરે પોતાના પરિવારની સંપત્તિ દાનમાં આપી કે દેવે દ્વારા ભંડારમાં રાખવામાં આવેલી સંપત્તિનું દાન કર્યું ? કારણ કે પરિવારની સંપત્તિ પર તે બીજાને પણ અધિકાર હતા અને તેઓ સાધુ ન બનતા હતા, એટલે એમની સંપત્તિ દાનમાં દેવામાં કઈ , ઔચિત્ય નથી જણાતું. પરંપરાગત માન્યતા પણ એ છે કે દેવતા ભંડાર ભરે છે અને તે સંપત્તિ તીર્થંકર વર્ષીદાનમાં આપે છે ૨૪. (ક) આવશ્યક ચૂર્ણિ પૃ. ૨૪૯-૨૫૦
(ખ) મહાવીર ચરિયું. પ્રસ્તાવ ૪ પૃ- ૧૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org