________________
૩૫૬
ભગવાન મહાવીર : એક અનુશીલન
ભગવાને અવધિજ્ઞાનથી જોઈ લીધું કે મારા પર એમને અપાર સ્નેહ છે. મારા પ્રજિત થવાને કારણે એમના દિલને ઘેરે આઘાત લાગશે, એટલે કેટલાક સમય રોકાઈ એમને ધીરજ આપવી જોઈએ. એટલે એમણે કહ્યું: સારું, મારે કયાં સુધી રાહ જોવાની છે?” એમણે કહ્યું : “અમારો શેક બે વર્ષમાં શાંત થઈ જશે.”૫
ભગવાન મહાવીરે કહ્યું: “તમારા લોકોની વાત મને માન્ય છે પરંતુ આ સમય દરમિયાન ભજન વગેરે કિયા મારી ઈચ્છા અનુસાર કરીશ.” પરિજનોએ મહાવીરની વાત માન્ય કરી લીધી.
બે વર્ષથી કંઈક વિશેષ સમય મહાવીર વિરક્ત ભાવથી ઘરમાં રહ્યા. તેઓ સચિત્ત જલથી સ્નાન કરતા નહીં. હાથ-પગેનું પ્રક્ષાલન પણ અચિત્ત જલથી જ કરતા હતા અને આચમન પણ એનાથી કરી લેતા. આ સમય ગાળામાં અપ્રાસુક આહાર, રાત્રિ-ભેજન કરતા નહીં. બ્રહ્મચર્યનું પણ પૂર્ણપણે પાલન કર્યું. ટીકાકારના અભિપ્રાય પ્રમાણે મહાવીરે આ કાળમાં પ્રાણાતિપાતની માફક અસત્ય, કુશીલ અને અદત્ત આદિને પણ ત્યાગ કરી દીધો હતો. ભૂમિ–શયન કરતા અને ક્રોધાદિથી દૂર રહી એકત્વભાવમાં લીન રહેતા.
૫. (ક) આવ. ચૂર્ણિ, પૃ. ૨૪૯ (ખ) મHવાનાર્ – યન્તમ? સ્વગન આદુ--યં |
–આ. હારિ. પૃ. ૧૮૩ (ગ) મહાવીર ચરિયું ૧૩૪ ६. (8) अविसाहिए दुवेवासे सीतोदगमभोच्चा णिकखते अफासुग आहार राइभत्तं च अणाहारे तो अविसाहिए दुते वासे, सीताद अभोच्चा णिकखते।
–આવ. રર્ણિ. પૃ. ૨૪૯ (ખ) મહિg વે , સી અમીશા જિવંતે .
આચારાંગ ૧,૯,૧૧ ૭. (૧) આચારાંગ પ્ર. ટીકા પૃ. ૨૭૫, આગમાદય સમિતિ
(ખ) આવશ્યક ચૂર્ણિ ૧ પૃ. ૨૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org