________________
૩૫૫
માતા-પિતાને સ્વર્ગવાસ
ભગવાને દીક્ષા લઈને જ્યાં વનમાં પ્રયાણ કર્યું ત્યાં જ માતા પ્રિયકારિણું ત્રિશલા પુત્ર-વિયેગથી પીડિત થઈ કરુણ-કન્દન કરવા લાગી અને જંગલ તરફ ભાગવા લાગી. કવિએ માતાના કરુણ-કન્દનનું જે શબ્દચિત્ર ઉપસ્થિત કર્યું છે, એ વાંચીને હદય કરુણથી છલકાઈ જાય છે.
ભગવાને દીક્ષા લીધી તે વખતનાં માતા ત્રિશલાના કરુણ વિલાપનું વર્ણન કુમુદચન્દ્ર પણ મહાવીર–રાસમાં કર્યું છે.
વેતાંબર ગ્રંથમાં ભગવાન જ્યારે અઠ્ઠાવીસ વર્ષના થયા ત્યારે એમનાં માતા-પિતા સ્વર્ગસ્થ થયાં એવું વર્ણન છે.
વૈરાગ્યભાવના
આવશ્યક નિર્યુક્તિ અને વિશેષાવશ્યક ભાષ્યમાં જે વાતને નિર્દેશ નથી, તે વાત આવશ્યક ચૂર્ણિમાં મળે છે, અને એનું અનુસરણ આવશ્યક હારિભદ્રીયવૃત્તિ, મલયગિરિવૃત્તિ, મહાવીરચરિયું, ત્રિષષ્ટિ શલાકા પુરુષચરિત્રમાં કરવામાં આવ્યું છે કે-જ્યારે મહાવીર અઠ્ઠાવીસ વર્ષના થયા ત્યારે માતા-પિતા દિવંગત થયાં એટલે મહાવીરે નન્દિવર્ધન, સુપાર્શ્વ આદિ સ્વજનને કહ્યું “હવે મારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ ગઈ છે. હું દીક્ષા ગ્રહણ કરીશ.”
નન્દિવર્ધન આદિને શેક પહેલાં કરતાં વધી ગયે, એમણે ખૂબ દુઃખિત થઈને કહ્યું : “અત્યારે માતા-પિતાનું વિયેગજન્ય દુઃખ જે અમે ભૂલી શક્યા નથી અને તે પ્રવજ્યા લેવાની વાત કરે છે. શું આ કાર્ય આ વખતે ઘા પર મીઠું ભભરાવવા જેવું નથી ? એટલે કેટલાક સમય થોભી જા, પછીથી પ્રત્રજ્યા લેજે ત્યાં સુધીમાં અમે શોક રહિત થઈ જઈશું.” ૩. (ક) આવ. ચૂર્ણિ, પૃ. ૨૪૯
(ખ) આવ. હારિ. ૫. ૧૮૩ (ગ) આ. મલ. વૃત્તિ ર૬૦
(બ) મહાવીર ચરિયું, ગુણચન્દ્ર પૃ. ૧૩૪ ૪. આવ. ચૂણિ. પૃ. ૨૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org