________________
૪૦
ભગવાન મહાવીર : એક અનુશીલન
ભવ્ય વાતાવરણમાં થયું. આચારાંગ પ્રમાણે લાલન-પાલન માટે પાંચ સુદક્ષ ધાઈ નિયુક્ત કરવામાં આવી હતી કે જે એમના પ્રત્યેક કાર્યને સમ્યકપણે સંચાલિત કરતી. આ પાંચેયનું જુદું જુદું કાર્ય હતું – દૂધ પીવડાવવું, સ્નાન કરાવવું, વસ્ત્રાભૂષણ પહેરાવવાં, રમત રમાડવી અને ગાદમાં લેવા. * બાળક વર્ધમાનનાં બધાં લક્ષણ વિલક્ષણ હતાં. સુકુમાર પુષ્પની માફક એમનું બાળપણ નવી અંગડાઈ લઈ રહ્યું હતું. એમનું શરીર સુગઠિત, બલિષ્ઠ અને કાંતિમાન હતું. અને મુખમંડલ સૂર્ય સમાન તેજસ્વી હતું. એમનું હૃદય મખમલ જેવું કોમલ અને ભાવનાઓ સમુદ્ર જેવી વિરાટ હતી. બાલક હોવા છતાં તેઓ વીર, સાહસ અને શૈર્યશાલી હતા.
શુકલ પક્ષના ચન્દ્રની જેમ તેઓ મેટા થતા હતા. એમના મનમાં સહજપણે શૌર્ય અને પરાક્રમની લહરે ઊઠતી હતી.
બાલકીડા
આચારાંગ, કલ્પસૂત્ર અને આવશ્યક નિયુક્તિમાં ભગવાન મહાવીરની બાલકડા અને કોઈ પણ જાતનું વર્ણન પ્રાપ્ત થતું નથી. બાલક્રીડાનું વર્ણન સર્વપ્રથમ આવશ્યક નિર્યુક્તિના ભીષણ પદની વ્યાખ્યા આપતાં વિશેષાવશ્યક ભાષ્યમાં ટૂંકમાં તે અંગે કંઈક સંકેત કર્યો છે, ત્યાં મળે છે. આ પછી આચાર્યોએ એના પર પર વિસ્તારપૂર્વક લખ્યું છે. તે આ પ્રમાણે છે
ભગવાન આઠ વર્ષના પણ નહોતા થયા, તે વખતે પોતાની સરખી ઉંમરના સાથીઓ સાથે ગૃહદ્યાન(અમદવન)માં કીડા કરી રહ્યા હતા. આ કીડારમતમાં બધાં બાળકે કેઈ એક વૃક્ષને લક્ષ્યમાં રાખી દેડતાં, જે બાળક સૌથી પહેલાં વૃક્ષ પર ચડીને નીચે ૯ મા તે માયારજૂળ ૨.૧૫,૯૪ ૧૦ વિશેષા. ભાષ્ય ૧૮૫૨ થી ૧૮૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org