________________
નામકરણ : એક વિશ્લેષણ
૩૦૯ તે રાત્રિથી સંપૂર્ણ જ્ઞાત કુલ ચાંદીમાં, સુવર્ણમાં, ધન-ધાન્યમાં, રાજ્યમાં, રાષ્ટ્રમાં, સેનામાં, વાહનમાં, કેશમાં, કોઠારમાં, નગરમાં, અંતપુરમાં, જનપદમાં, યશ અને કીર્તિમાં વૃદ્ધિ પ્રાપ્ત કરવા લાગ્યું.
જ્ઞાતૃકુલનાં લોકોમાં પરસ્પર પ્રીતિ, આદર અને સત્કારસદ્ભાવ વધવા લાગ્યાં, જેનાથી ભગવાન મહાવીરનાં માતા-પિતાના મનમાં એ વિચાર આવ્યું કે જ્યારથી આ અમારો પુત્ર ગર્ભમાં આવ્યું છે, ત્યારથી અમારા હિરણ્યમાં, સુવર્ણમાં, ધનમાં, ધાન્યમાં, રાજ્યમાં, રાષ્ટ્રમાં, સેનામાં, વાહનોમાં, ધન-ભંડારમાં, પુરમાં, અંતઃપુરમાં, જનપદમાં, યશકીતિમાં વૃદ્ધિ થતી રહી છે તથા ધન, કનક, રત્ન, મણિ, મેતી, શંખ, શિલાપ્રવાલ, માણેક વગેરે વધવા લાગ્યાં છે. પરસ્પર પ્રીતિ અને આદર-સત્કાર વધવા લાગ્યાં છે. એટલે જ્યારે અમારે પુત્ર જન્મશે, ત્યારે એનું ગુણનિષ્પન્ન નામ વર્ધમાન રાખીશું. આ સંકલપ અનુસાર એમણે વર્ધમાન નામ રાખ્યું. આ વાતનું સમર્થન આચારાંગ, મહાવીરચરિયમ ચઉપૂન મહાપરિસ ચરિય, ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર, વગેરે ગ્રંથોમાંથી સાંપડે છે. મહાવીરનું સર્વપ્રથમ વર્ધમાન નામ પાડવામાં આવ્યું.
ભગવાન મહાવીરનું એક નામ વર્ધમાન હતું, એ અંગેનું સૂચન આપણને અન્ય પ્રાચીન આગમાં પણ મળે છે. સૂત્રકૃતાંગમાં વર્ધમાન ઋષિઓમાં શ્રેષ્ઠ કહેવામાં આવ્યા છે.’ ૩ કપસૂત્ર ૧૦૩ ૪ ચૂલિકા ૨,૧૫, ૧૨-૧૩ ૫ (ક) મહાવીર ચરિયું, ગુણચન્દ્ર, પ્ર. ૪ પૃ. ૧૧૪–૧૨૪
(ખ) મહાવીર ચરિયું, ૭૭. પૃ. ૩૪ મિચન્દ્ર ૬ ચઉ૫ન. પૃ. ૨૭૧ ૭ ત્રિષષ્ટિ. ૧૦,૨,૯૮-૯૯ ८ खत्तीण सेढे जह दन्तवक्के, इसीण सेठे तह वद्धमाणे ।
સૂત્રકૃતાંગ ૧, ૬, ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org