________________
૩૦૮
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
એ પણ સત્ય છે કે રાજા સિદ્ધાર્થ ચેટકની જેમ મોટા રાજા ન હતા. તે પણ એક પ્રમુખ રાજા હતા. એમાં બેમત નથી. અને વિદેહ દેશના રાજવંશેમાં એમનું સારું એવું માન અને પ્રભાવ હતો.
નામકરણ : એક વિશ્લેષણ
ભગવાન મહાવીરનું વિશ્વ-વિખ્યાત નામ “મહાવીર” છે. વર્ધમાન નામ પણ સારું એવું પ્રસિદ્ધ છે. એ સિવાય આગમ અને પ્રાચીન ગ્રંથોમાં એમનાં અનેક નામેની ચર્ચા જોવા મળે છે. કેટલાંક નામ જાતિ અને કુલ સાથે સંકળાયેલ છે. કેટલાંક એમના કતૃત્વ સાથે અને ઉદાત્ત ગુણે સાથે જોડાયેલાં છે. દેશ–જાતિ આદિનાં સૂચક નામ પરથી એમની સ્થાનિક સ્થિતિનો ખ્યાલ આવે છે, તો ગુણસૂચક નામે પરથી એમના જીવનના ઉદાત્ત ગુણે અને ગૌરવની ઝાંખી થાય છે. ઐતિહાસિક પ્રમાણેના સંદર્ભમાં અત્રે એમના નામકરણની ચર્ચા કરવામાં આવે છે.
નામકરણ. વધમાનઃ-આવશ્યક નિર્યુક્તિ, વિશેષાવશ્યક ભાષ્યમાં ભગવાન મહાવીરને જન્મ થવાને કારણે દેવોએ સુવર્ણ, રતન વગેરે સિદ્ધાર્થના ઘરમાં લાવીને મૂક્યાં અને જભક દેએ મણિરત્નાદિની વૃષ્ટિ કરી હતી, તે અમે જણાવી ગયા છીએ પણ આ કારણે એમનું નામ વર્ધમાન રાખવામાં આવ્યું, એવું જણાવ્યું નથી.
આચાર્ય ભદ્રબાહુએ કલ્પસૂત્રમાં વર્ધમાન નામ પાડવા અંગે લખ્યું છે–જે રાત્રિએ ભગવાન મહાવીર જ્ઞાતૃકુલમાં લાવવામાં આવ્યા, ૧ (ક) આવ. હારિભદ્રીયાવૃત્તિ ગા. ૬૭-૬૮ (ખ) આવ. મલયગિરિવૃત્તિ ગા. ૬૭-૬૮ પૃ. ૨૫૭ (ગ) વિશેષાવશ્યક ભાષ્ય ગા. ૧૮૪૬ ૧૮૪૭ ૨ ક૯પસૂત્ર ૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org