________________
માતા-પિતાની ખ્યાતિ
૩૦૭
ન માની એક પ્રતિષ્ઠિત ઉમરાવ યા સરદાર માન્યા છે, જે આગમસંમત નથી; કેમકે આચારાંગ અને કલ્પસૂત્રમાં સ્થાને સ્થાને સિદ્ધ વત્તિ' શબ્દનો પ્રયોગ થયેલ છે. જેના કારણે એમને આ ભગ્ન થઈ ગયું છે, પરંતુ “ક્ષત્રિય' શબ્દનો અર્થ સાધારણ ક્ષત્રિય સિવાય “રાજા પણ થાય છે. અભિધાનચિંતામણિમાં કહ્યું છે કેક્ષત્રિય, ક્ષત્ર આદિ શબ્દનો પ્રયોગ રાજાને માટે પણ થાય છે.” પ્રવચન સારદ્વારમાં “મને જ રિ' શબ્દ આવ્યું છે. ત્યાં ટીકાકારે ક્ષત્રિયના અર્થ રાજા કર્યો છે.’
પૂર્વ મીમાંસા–સૂત્ર” (બીજા ભાગ)ની ટીકામાં શબર સ્વામી લખે છે-“રાજા તથા ક્ષત્રિય શબ્દ સમાનાર્થી છે.” ટીકાકારના સમયમાં પણ આંધ્રના લેકે “ક્ષત્રિયને લીધે “રાજાશબ્દનો પ્રયોગ કરતા હતા.
સિદ્ધાર્થ સાધારણ ક્ષત્રિય નહીં પણ રાજા હતા. એમને માટે નરેન્દ્ર શબ્દનો પ્રયોગ થયેલ છે. પ્રથમ સાહિત્યમાં નરેન્દ્ર શબ્દને પ્રાગ રાજાને માટે જ થતો હતો. જે સિદ્ધાર્થ સાધારણ ક્ષત્રિય હેત તે શું વૈશાલીનો મહાન પ્રતાપી ચેટક જે કાશી, કૌશલના અઢાર ગણરાજાઓને અધ્યક્ષ હતું, તે પિતાની બહેન ત્રિશલાનાં લગ્ન સાધારણ ક્ષત્રિયની સાથે કરે? એનાથી સ્પષ્ટ થાય છે કે ત્રિશલા સાધારણ ક્ષત્રિયાણ જ નહીં એક મહારાણી પણ હતી, અને એનો જન્મવંશ ગૌરવશાલી હતે. ७ क्षत्र तु क्षत्रियों राजा राजन्यो बाहुसम्भवः
-અભિધાન ચિંતામણિ કાંડ ૩, લેક પરછ ८ (3) प्रवचनसारोद्धार सटीक पत्र ८४ __(4) चन्द्रप्रभस्य महासेनः क्षत्रियो राजा ।
-પ્રવચનસારોહાર, સટીક પત્ર ૮૪ ૯ ટ્રાઈબ્સ ઈન એસેંટ ઇડિયા પુ. ૩૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org