________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
યુદ્ધ થયું. ઇન્દ્ર જાણી જોઇને યુદ્ધમાં પરાજિત થયે. કિલ્લા પર સિદ્ધાર્થે અધિકાર જમાવ્યેા ઇન્દ્રાણીના કાનામાંથી કુંડલ ઝૂંટવીને રાણીને પહેરાવ્યાં. દોહદ પૂર્ણ થવાથી ત્રિશલા અત્યન્ત આનંદિત થઈ.
૨૯૮
જન્મ અને અને ઉત્સવ
વના બાર મહિનામાં ચૈત્ર મહિનેા બધાથી શ્રેષ્ઠ માનવામાં આવ્યેા છે. શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું : -માસાનાં મધુમાસેઽશ્મિ' —હું મહિનાએમાં માધવ માસ-ચૈત્ર માસ છું અને ઋતુએમાં વસંત ઋતુ છું. પાનખરની શેકજનક ઉદાસી અને કષ્ટદાયક શૂન્યતા ને તેાફાનમાંથી સરતી પ્રકૃતિ નવા ઉલ્લાસથી પુલકિત થઈ જાય છે. તે ભૂમિના કણ-કણમાં નવી અગડાઈ ભરી દે છે. સર્વત્ર મન-મેાહક હરિયાલી, પ્રાકૃતિક સુષમા અને શાન્ત, સૌમ્ય-સ્વાસ્થ્યપ્રદ વાયુના સંચરણ—વિચરણથી જનજીવનમાં નવેા ઉલ્લાસ, નવીન ચેતના, નવીન ઉમંગાને સંચાર થાય છે. યજુર્વેદમાં વસંતને પ્રાણશક્તિના પુત્ર કહેવામાં આવ્યે છે. ૧ એ મધુમાસ છે કે જે સર્વત્ર મધુની વર્ષા કરે છે. પ્રકૃતિના કણ કણને મધુરસથી આપ્લાવિત કરે છે. સર્વત્ર ઉલ્લાસની ઊર્મિઓ ઊઠેલી જોઈ ને એવું લાગે છે કે જાણે કે કેાઈ જ્ઞાની કે યાગી અંદરની આનંદામિઆથી આનંદિત થઈ આનંદવિભાર થઈ રહ્યો છે એટલે જ સંભવતઃ શતપથ બ્રાહ્મણમાં ઋષિઓએ એને જ્ઞાનીઓની, સાધકની ઋતુ કહી છે. આ મહિનામાં ચૈત્ર વદ આઠમે ભગવાન ઋષભદેવને જન્મ થયા હતા.૩ ચૈત્ર સુદ નામે શ્રીરામના જન્મ થયા હતા.૪ ચૈત્ર સુદ પૂર્ણિમાએ હનુમાનના જન્મ થયા
હતા અને ચૈત્ર સુદ
૧ વસન્તઃ પ્રાયન:
૨ દ્રોવ વસન્તઃ (બ્રાહ્મણ વસત છે)
-યજુવેદ ૧૩, ૧૪
Jain Education International
૩ કલ્પસૂત્ર ૧૯૩
૪ ત્રિષષ્ટિ શલાકાપુરુષ-ચરિત્ર
-શતપથ બ્રાહ્મણ ૨, ૩,૫
For Private & Personal Use Only
www.jainelibrary.org