________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
આભૂષણ આદિ ધારણ કર્યાં. ગર્ભપોષણને માટે તે અતિ શીત, અતિ ઉષ્ણુ, અતિ તીખા, અતિ કડવા, અતિ કષાયિત, અતિ ખાટા, અતિસ્નિગ્ધ, અતિ રૂક્ષ, અતિ આર્દ્ર, અતિ શુષ્ક ભાજનના ત્યાગ કરી ઋતુને અનુકૂલ એવું ભાજન કરતી. તે સદા અત્યંત ચિંતા, શાક, દૈન્ય, માહ, ભય, ત્રાસ વગેરેથી દૂર રહેતી.
૨૯૬
વયેવૃદ્ધા અને અનુભવી મહિલાએની હિતશિક્ષાઓને યાદ કરી ધીરે ધીરે ચાલતી, અને ધીરે ધીરે વાર્તાલાપ કરતી, ક્રોધ આદિ કરતી નહીં. પથ્ય વગેરેનું સેવન કરતી વગેરે ખાખતનું તે પૂર્ણપણે ધ્યાન રાખતી.ર૩
ધન-ધાન્યાદિની વૃદ્ધિ
જયારથી મહાવીર ગર્ભમાં આવ્યા ત્યારથી તે સિદ્ધાર્થના ઘરમાં અત્યધિક ધન-ધાન્યની અભિવૃદ્ધિ થવા લાગી. શકેન્દ્રના આદેશથી વૈશ્રમણ જમ્મુક ધ્રુવા દ્વારા ભૂમિગત ધન-ભંડાર, બિનવારસી ધન-ભંડાર, વિના સરક્ષણના ધનભંડાર અને એવા ભૂમિગત ધનભંડાર જેની કાઈ ને ખબર ન હતી તથા ગામ, નગર, અરણ્યમાર્ગ, જલાશય, તીર્થસ્થાન, ઉદ્યાન, શૂન્યાગાર, ગિરિકંદરા, વગેરેમાં છુપાયેલા ધનભંડારા હતા-તેમને ત્યાંથી ઉઠાવી ઉઠાવીને સિદ્ધાર્થનાં ઘર પહાંચાડવા લાગ્યા. રાજ્યમાં પ્રચુર ધન-ધાન્ય, યાન-વાહન વગેરેની વૃદ્ધિ થવા લાગી. ૨૪
શ્વેતાંબર પરંપરાના આચાર્ય વિમલસૂરિ એ પઉમચરિય૫માં
૨૩ જીએ, કલ્પસૂત્ર પૃ. ૧૨૭
૨૪ મહાવીર ચરિય, ગુચન્દ્ર પત્ર ૧૧૪
२५ छम्मासेण जिणवरो, होही गब्भम्मि चणकालाओ |
पाडेइ
रयणवुट्ठी
घणओ मासाणि पण्णरस ||
Jain Education International
For Private & Personal Use Only
-પઉમચરિય' ૩, ૬૭
www.jainelibrary.org