________________
જન્મ પૂર્વની પરિસ્થિતિ
૨૮૧
કુડપુર હવે જોઈએ અને બીજો ભાગ બ્રાહ્મણકુડપુર છે. ક્ષત્રિયકુંડને જ કુડપુર કહેવામાં આવ્યું છે. - કુડપુરના સ્થાન અંગે વિદ્વાનો એકમત નથી. કેટલાક વિદ્વાન એને અંગ દેશમાં આવેલું માને છે, તો કેટલાક વિદ્વાન મગધ દેશમાં આવેલ માને છે. તે વળી કેટલાક એને વિદેહમાં હોવાનું જણાવે છે. પણ ઐતિહાસિક પ્રમાણે પરથી એ વસ્તુ ચક્કસ છે કે, કુડપુરને એક વિભાગ ક્ષત્રિય કુડપુર મગધ કે અંગ દેશમાં નહીં પણ વિદેહમાં આવેલું હતું.
આચારાંગ અને કલ્પસૂત્ર વગેરેમાં મહાવીરને વિદેહવાસી કહેવામાં આવ્યા છે. દિગંબરાચાર્યોએ પણ કુડપુર–ક્ષત્રિયકુંડનું સ્થાન જંબુદ્વીપના ભારતવર્ષમાં વિદેહ અન્તર્ગત હેવાનું માન્યું છે. ૨૩
આ પૂર્વે અમે જણાવી ગયા છીએ કે વૈશાલીની બાજુમાં જ કંડપુર આવેલું હતું. વૈશાલી લિચ્છવીઓની રાજધાની હતી.૨૪ અને લિચ્છવીઓની રાજધાની હોવાથી તે મગધ અને અંગદેશમાં હાઈ શકે નહીં કેમકે ત્યાં લિચ્છવીએાનું રાજ્ય કદાપિ હતું નહીં. એમનું રાજ્ય ગંગાની ઉત્તરમાં, વિદેહમાં જ હતું.
સંયુક્તનિકાય પ્રમાણે વજજી (લિચ્છવી અને વિદેહનું રાજ્ય) અને મગધ જનપદની વચ્ચે ગંગા નદી સીમારૂપ હતી. ૨૫
એકવાર બિંબિસારે રાજગૃહથી ગંગા સુધીને આખે માર્ગ ધજા અને ફૂલની માળા વડે શણગાર્યો હતે. એવી રીતે લિચ્છવી૨૩ (ક) સિદ્ધાર્થવતિતનયો, મારતવારો વિવેદકુંદપુરે !
-દશભક્તિ પૃ૧૧૬, આચાર્ય પૂજયપાદ (4) भरतेऽस्मिन् विदेहाख्ये विषये भवनांगणे । राज्ञः कुण्डपुरेशस्य, वसुधारायतत् पृथुः ॥
-હરિવંશપુરાણ ૧,૨,૨૫૧-પર ૨૪ ડિકશનરી ઓફ પાલી પ્રોપરનેસ ભાગ ૨ પૃ. ૯૪૦ ૨૫ સંયુકત નિકાય, ભાગ પહેલે પૃ. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org