________________
૨૬૨
ભગવાન મહાવીર : એક અનુશીલન
કુંડ સન્નિવેશમાં કેડાલ ગોત્રીય ઋષભદત્તની જાલંધર ગોત્રીયા દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં અવતરિત થયા. ૬૪ ક્ષણભર માટે ત્રણે લેાકમાં આનંદના સંચાર થયા અને સર્વત્ર એક દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયા.
ભગવાન મહાવીર આ સમયે મતિ, શ્રુત અને અવિધ આ ત્રણે જ્ઞાન ધરાવતા હતા. દેવગતિથી ચુત થવું છે, તે એમણે જાણ્યું, શ્રુત થઈને હું દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં પહેાંચી ગયા છું, તે પણુ એમણે જાણ્યું પરંતુ ચ્યવનના કાળ એમણે જાણ્યા નહીં, કેમકે તે અત્યંત સૂક્ષ્મ હોય છે. પ
ગર્ભાધાનના સમયે દેવાનંદા અધનિદ્રિત અવસ્થામાં હતી. આ સમયે એને ચૌદ સ્વપ્ન આવ્યાં. તે પ્રસન્ન થઈ ગઈ. અને એણે ઋષભદત્તને આખા સ્વપ્નવૃત્તાંત કહ્યો. ઋષભદત્ત પણ તે સાંભળી ખૂબ હર્ષ પામ્યા. એણે કહ્યું-સુભગે! આ સ્વપ્ન વિલક્ષણ છે, કલ્યાણ તથા શિવરૂપ છે, મંગલમય છે. આરાગ્યદાયક અને મંગલદાયક છે. આ સ્વપ્નાનાં ફળરૂપે તને અર્થ, ભાગ, પુત્ર અને સુખનેા લાભ થશે. નવ માસ અને સાડા સાત દિન પૂરા થતાં તું એક અલૌકિક પુત્રને જન્મ આપીશ. એના હાથ-પગ અત્યંત સુકુમાર હશે. એનું શરીર સુગઠિત અને સર્વાંગસુંદર હશે. વિશિષ્ટ લક્ષણુ, વ્યંજન તથા ગુણસ...પન્ન હશે. તે ચન્દ્રના જેવા સૌમ્ય, સર્વને પ્રિય, કાન્ત અને મનેાજ્ઞ થશે. શૈશવકાલ પૂર્ણ કરીને તે જ્યારે યૌવનમાં પ્રવિષ્ટ થશે, ત્યારે તે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, ઇતિહાસ તથા નિઘંટુનો સાંગાપાંગ જ્ઞાતા બનશે. એનાં ગંભીર રહસ્યાને ઉકેલશે. વેદોના વિસ્તૃત થયેલા હાર્દને પુનઃ પ્રકટ કરશે. ષડંગ અને ષષ્ટિતંત્ર (કાંપિલીપ) શાસ્ત્રમાં નિષ્ણાત મનશે. ગણિતશાસ્ત્ર, જ્યાતિષ, વ્યાકરણ, બ્રાહ્મણશાસ્ત્ર, પરિવાજશાસ્ત્ર વગેરેમાં પણ
૬૪ (૩) આવ. નિયુક્તિ ૩૪૯ (ગ) મહાવીર ચરિય
(ચ) કલ્પસૂત્ર સૂત્ર ૨ પૃ. ૨૩ ૬૫ (૩) કલ્પસૂત્ર સૂત્ર ૩
Jain Education International
(ખ) વિશેષા. ભાષ્ય ૧૮૨૦ (ધ) ત્રિષષ્ટિ ૧૦, ૨, ૩
(ખ) આચારાંગ ટ્વિ. છુ. ભાવનાધિકાર પૂ. ૩૮૮
For Private & Personal Use Only
www.jainelibrary.org