________________
ભગવાન મહાવીરના પૂર્વભવ
૨૫૯
પાસે સંયમ લીધો. એક લાખ વર્ષ સુધી નિરન્તર “માસખમણની તપસ્યા કરી. અગિયાર લાખ સાઠ હજાર “માસખમણ થયા, અને ત્રણહજાર ત્રણ વર્ષ ત્રણ માસ ઓગણત્રીસ દિવસ પારણાં થયાં. તપની સાથે ક્ષમા, સેવા અને ધ્યાનની ત્રિવેણુ વહેવા લાગી અને ઉચ્ચતર સાધના કરવાથી આત્મા વિશુદ્ધ દશામાં પહોંચી ગયે.
તીર્થકર નામ કર્મનું ઉપાર્જન એ વસ્તુ યાદ રાખવી જોઈએ કે પ્રિય મિત્ર ચક્રવર્તીના ભાવથી મહાવીરને જીવ પુનઃ શ્રમણ દીક્ષા લે છે અને એના પછીના બધા ભમાં તે શ્રમણ દીક્ષા લે છે અને આધ્યાત્મિક ઉત્કર્ષ કરે છે. આવશ્યક ચૂર્ણિકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે જેના ફલરૂપે તે નંદનના ભવમાં તીર્થંકર નામ ગાત્ર બાંધે છે, અને જેનાથી તે વર્ધમાન ભવમાં તીર્થકર બને છે. ધ્યાન રાખવા જેવી વાત એ છે કે આવશ્યક નિર્યુક્તિ ૪૯ વિશેષાવશ્યકભાષ્ય, આવશ્યક હરિભદ્રીય વૃત્તિ,૫૧ વગેરેમાં નંદનના ભવની ચર્ચાના પ્રસંગમાં એણે તીર્થંકર નામ ગોત્ર આપ્યું તે અંગે કોઈ ઉલલેખ નથી. પરંતુ દેવલોકમાં જઈ બ્રાહ્મણ કુલમાં ઉત્પન્ન થાય છે, એ નિર્દેશ પાછળ તીર્થકર નામ કર્મનાં વીસ કારણે હેવાનું જણાવ્યું છે, તે આ પ્રમાણે છે–પર
૪૯ આવ. ગા. ૩૩૨,૩૩૩ ૫૦ વિશેષાવશ્યક ભાય ૧૭૯૮-૧૭૯૮ ૫૧ આવ. હરિભદ્રીયા. ૪૪૯-૪૫૦ ५२ अरहंतसिद्धपवयणगुरुथेरवहुस्सुते तवस्सीसु ।
वच्छल्लता य एसि अभिवखणाणोवयोगे य॥ दसण विणए आवस्सए य सीलव्वते णिरतियारों । खणलवतवच्चियाए वेयावच्चे समाधी य॥ अप्पुव्वणाणगहणे सुत्तभत्ती पवयणे पभावणया । દિ શહિ સિરથયાત્ત અતિ વીરો ! આવ. નિ. ૩૪ થી ૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org