________________
૨૫૬
ભગવાન મહાવીર : એક અનુશીલન
ભવ કેવી રીતે થઈ શકે? તર્કની દૃષ્ટિએ પણ આ વસ્તુ બહુ આછી પ્રતીતિકર જણાય છે. જો મૂલ સમવાયાંગમાં આ વાત હાત તા તને કાઈ અવકાશ રહેત નહીં, પરંતુ આ વાત મૂલમાં તે છે જ નહીં, તે તે વૃત્તિમાં છે. વૃત્તિની અપેક્ષાએ નિયુક્તિ અને ચૂર્ણિની વાત વિશેષ પ્રામાણિક માનવામાં આવે છે. આ વિષય પર અન્વેષકેાને તટસ્થ દૃષ્ટિથી ચિંતન કરવાની નમ્ર વિનંતિ કરું છું. (૨૩) પ્રિયમિત્ર ચક્રવર્તી
ત્યાંથી તે આયુષ્ય સમાપ્ત કરી મહાવિદેહ ક્ષેત્રની સૂકા નગરીમાં ધનંજય રાજાની ધારણી રાણીથી પ્રિયમિત્ર ચક્રવર્તી તરીકે જન્મે છે. પેટ્ટિલાચાર્યના પાવન પ્રવચનરૂપી પીયૂષનું પાન કરી મનમાં વૈરાગ્યની યાતિ પ્રજવલિત થઈ. એમણે દીક્ષા ગ્રહણ કરી, એક કરોડ વર્ષ સુધી સંયમની કઠોર સાધના કરી.૩૪
સમવાયાંગ સૂત્રમાં શ્રમણ ભગવાન મહાવીરે તીથ કરને ભવ લીધા તે પહેલાં છઠ્ઠો ભવ પાટ્ટિલના ગ્રહણ કર્યાં હતા. અને એક કરોડ વર્ષ સુધી શ્રમણ પર્યાયનું પાલન કર્યુ” હતું.૩૫ નવાંગી ટીકાકાર આચાર્ય અભયદેવે પ્રસ્તુત સૂત્ર પર ટીકા કરતાં ભગવાન પાટ્ટિલ નામના રાજપુત્રથયા એવું લખ્યું છે. ૐકે ભગવાનના જીવે બે વાર પાટ્ટિલાચાર્ય પાસે દીક્ષા ગ્રહણ કરી, પરંતુ પોતાનું નામ પણ પાટ્ટિલ હતું, એ સમવાયાંગ સિવાય આવશ્યક નિયુક્તિ, આવશ્યક ચૂર્ણિ, મહાવીર ૩૪ (ક) પુત્તો નનયલ્સા પુટિજ વરિયામો જોદિ સન્વટે આવ. નિ. ૩૩૨
(ખ) વિશેષ. ભાષ્ય ૧૭૯૮ (ગ) આવ. ચુણિ ૨૩૫
३५ समणे भगव महावीरे तित्थगरभवग्गहणाओं छट्ठे पोहिल भवाहणे एंग वासको सामान्न- परियागं पाउणित्ता ।
સમવાયાંગ સૂત્ર ૧૩૩, પૃ. ૬૮,૧ ७१ 'समणेत्यादि यतो भगवान् पाहिलाभिधानो राजपुत्रो बभूव, तव वर्ष कोटि प्रब्रज्यां पालितावानित्येकेा भवः । સમવાયાંગ અભય. વૃત્તિ ૧૩૬ સ. ૫. ૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org