________________
કેવી રીતે જ્ઞાની હોવાનો દંભ કરી શકીએ ? એટલે એમણે અનેકાન્તવાદનું પ્રતિપાદન સ્વાવાદના માધ્યમ દ્વારા કર્યું.
અનેકાન્તવાદ યા સ્વાદુવાદની જેટલી દર્શન અને ચિંતનના ક્ષેત્રમાં આવશ્યકતા છે, એનાથી ઘણું વધારે જરૂર છે વ્યાવહારિક દૈનિક જીવનમાં. મહાવીર દ્વારા પ્રણીત અનેકાતવાદની એ જ નિષ્પત્તિ છે, કે આપણે આપણી જાતને એટલી તૈયાર કરીએ કે બીજાનું સાંભળી શકીએ. કહેવાની ક્ષમતા કરતાં અન્યને સાંભળવાની ક્ષમતા ઘણી મોટી છે. એનાથી વ્યક્તિ સત્યના એ અંશેને પણ જાણી લે છે કે
જ્યાં એની દષ્ટિ પહોંચી શકી ન હોય. મહાવીરનું આ સમવયનું ચિંતન સર્વ કાલ અને પરિસ્થિતિઓમાં અનુકરણીય છે. વાસ્તવમાં મહાવીર મહાન વ્યવસ્થિત ચિંતક હતા. આત્મજાગરણ (સમ્યગદર્શન) બાદ જગદર્શન (સમ્યજ્ઞાન) થઈ ગયા પછી એનાથી પ્રગટ થનાર આચરણ(સમ્યચરિત્ર)ની એમણે વાત કરી છે. કેઈ પણ વ્યક્તિનું આચરણ સમાજથી ભિન્ન હોઈ શકે નહીં. એટલે મહાવીરે જે પદ્ધતિનું નિર્માણ કર્યું છે એમાંથી પ્રગટ થતું આચરણ કોઈને પણ હાનિકારક થઈ શકે નહીં. માટે એમણે જ્ઞાની સાધકના આચરણને ફૂલની સુવાસ જેવું ગણાવ્યું છે.
મહાવીરના જીવન-દર્શનની નિષ્પત્તિ અહિંસા છે. અહિંસાને ઉપદેશ ભારતીય સંસ્કૃતિમાં ન નથી. મહાવીરની પૂર્વના તીર્થકરોએ પણ કરુણા, વાત્સલ્ય આદિ ગુણોના વિકાસ દ્વારા જીના પ્રાણઘાતને રોકવાની વાત કરી હતી. મહાત્મા બુદ્ધે પણ અહિંસાની સૂક્ષ્મ વ્યાખ્યા કરી હતી. પરંતુ મહાવીરે અહિંસાને જેટલા ઊંડાણથી અવલોકી અને અનુભવી છે, એવું કઈ બીજું ઉદાહરણ નથી.
પ્રાણી માત્ર પર પોતાને અધિકાર કરે, એના પર શાસન કરવું, ઉત્તેજિત કરવું તથા એની ભાવનાને આંચકે આપ-ઠાકર મારવી વગેરે ક્રિયાઓ મહાવીરની દષ્ટિએ હિંસા જ હતી. એટલે એમણે આ બધી વૃત્તિના ત્યાગને જ અહિંસા ગણાવી છે. જેમકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org