________________
વિશ્રુતપ્રજ્ઞાન ભંડાર હતા ભગવાન મહાવીર. તેઓ જ્ઞાનની બધી અવસ્થામાં સ્વયં પ્રસાર થયા હતા. તેઓ ઈચ્છતા નહોતા કે કઈ આત્મા કોઈ અજ્ઞાનને પકડીને પિતાને જ્ઞાની માનતા રહે. એટલે એમણે જ્ઞાનના પ્રત્યેક અંશની સીમા તેમજ એના વિસ્તારનું વિવેચન કર્યું છે. મતિજ્ઞાનથી લઈને કેવલ જ્ઞાન સુધીના જ્ઞાનનું સ્પષ્ટીકરણ કર્યું છે. જ્ઞાનના આટલા ઊંડાણમાં ઊતરવાને કારણે જ મહાવીર શ્રોતાઓના અન્તઃકરણ સુધી પહોંચી એમના સ્તરને અનુરૂપ દેશના કરતા હતા. તેઓ પ્રથમ વ્યક્તિ હતા કે જેમણે કેવળ પિતાના બોલવા અંગે ચિંતા કરી નહીં પણ સાંભળનારને પણ પિતાના સ્તર સુધી આવવાને માર્ગ બતા. જ્ઞાનીને એ જ પુરુષાર્થ છે કે તે સ્વયં સજાગ રહીને બીજાને અપ્રમાદી બનાવે છે. મહાવીરે વારંવાર જ્ઞાનીને પ્રમાદી ન બનવાનું જણાવ્યું છે. જેમકે–અરું ગુણરસ પમાણમાં પાણી ન માય (માવા. ૧, ૨, ૪) ઈત્યાદિ વાતને જૈન આચાર્યોએ આગળ વધારી છે. કુદકુન્દ કહે છે કે બુદ્ધિને દુરુપયોગ ન કરે (પંચાસ્તિકાય, ૧૪૦). કેટલી ઊંચી અને આધુનિક સંદર્ભની વાત છે?
સત્યના તલસ્પર્શી સાધક ભગવાન મહાવીરે પૂર્ણજ્ઞાનના અધિષ્ઠાતા બનીને કહ્યું કે લોકે જ્ઞાનનું કેટલું નાનું કિરણ પકડીને બેઠા છે, જ્યારે સત્યની એાળખાણ સૂર્ય સમાન પ્રકાશયુક્ત જ્ઞાનથી થઈ શકે છે. મહાવીરના યુગમાં ચિંતનની ધારા અનેક ટુકડાઓમાં વિભક્ત થઈ ગઈ હતી. વૈદિક પરંપરાના અનેક વિચારક હતા. ત્યારે શ્રમણ–પરંપરામાં ૬-૭ વિચારકે પિતાને ૨૪મા તીર્થંકર સાબિત કરવામાં મચી પડયા હતા. મહાવીર આ બધાથી અલગ હતા. એમને એ આશ્ચર્ય થતું હતું કે સત્યના આટલા બધા દાવા કરનારાઓ કેવી રીતે પેદા થયા છે, કે જે પદાર્થના અધિકાંશ અશેને જ જાણતા નથી. પદાર્થના અનંત ગુણ, અનંત પર્યાય છે, તે પછી આપણે કેવી રીતે કોઈ એક પક્ષના આગ્રહી બની,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org