________________
૨૯
सम्वेपाणा ...ण हतब्वा, ण अज्जावेयब्बा, ण परिघेतव्वा, ण परितावेयवा ग उद्दवेयव्वा ।'
–આચા. ૧, ૪, ૧. આ બધું ત્યારે થશે કે જ્યારે માનવ આત્મવત્સમy”ની. ઉલ્લેષણને ઓળખશે. મહાવીરે અહિંસાની ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા આપી છે-“સમભાવ રાખો.” આત્મજ્ઞાન અહિંસા છે તથા આત્મઅજ્ઞાન હિંસા-આજ સૂત્રને વિસ્તાર જૈન આગમમાં થયો છે. અહિંસા સિવાયનાં અન્ય વૃત્તો અથવા સિદ્ધાંત એની સુરક્ષા માટે છે. વ્યક્તિને નિર્ભય અને સંવિભાગી બનાવવા માટે છે. અપરિગ્રહનું વિવેચન વ્યક્તિ અને સમાજમાં સામંજસ્ય સ્થાપિત કરવા માટે છે. મહાવીરે અન્ય તપ આદિ સાધનાનું પણ નિરૂપણ કર્યું છે કે જે વ્યક્તિના આધ્યાત્મિક ઉત્કર્ષ સાથે સાથે એનાથી પ્રગટ થનાર આચરણને પણ વિશુદ્ધ બનાવે છે.
સાંસ્કૃતિક વારસે ભગવાન મહાવીર ઈતિહાસનું એક એવું વ્યક્તિત્વ છે કે જેનાથી દાર્શનિક, ધાર્મિક, સામાજિક તેમ જ રાજનૈતિક ક્ષેત્ર હમેશાં પ્રભાવિત થતું રહ્યું છે. કેવળ ભાષા તેમ જ સાહિત્યના ક્ષેત્રમાં જ મહાવીરનો વ્યાપક પ્રભાવ છે એમ નહીં પરંતુ ભારતીય શિલ્પમાં પણ મહાવીરના જીવનદર્શનની અનેક છબીઓ અંકિત થયેલી છે. મહાવીરે ભગવાન પાર્શ્વનાથના ચિંતનને એક નવે નાદ આપ્યો તથા પિતાની મૌલિક ઉદ્દભાવનાઓ પણ સ્થાપિત કરી. એમણે જીવનના સમગ્ર વિકાસને માટે સમાજને એક નવી આચાર–સંહિતા આપી. વર્ણ અને જાતિની આધારભૂમિ પર ટકેલી પરંપરાગત સમાજ સંરચનાનું ખંડન કર્યું. વ્યક્તિના સ્વત્વની પ્રતિષ્ઠા કરી અને એકલાપણાનું મહત્વ સમજાવ્યું. મહાવીર સૌ પ્રથમ વ્યક્તિ હતી કે જેમણે કહ્યું કે આત્માના વિકાસમાં કેઈન સહારાની આવશ્યકતા નથી.एगे चरेज्ज धम्म।
–પ્રશ્ન વ્યાકરણ ૧, ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org