________________
ભગવાન મહાવીરના પૂર્વભવ
૨૩૭
(૧૬) વિશ્વભૂતિ - દેવલોકનું આયુષ્ય પૂર્ણ થવાથી લાંબા સમય સુધી સંસારમાં પરિભ્રમણ કર્યા પછી એ રાજગૃહનગરમાં વિશ્વનંદી રાજાના ભાઈ તથા યુવરાજ વિશાખશ્રુતિના પુત્ર વિશ્વભૂતિ તરીકે જન્મ ધારણ કરે છે. રાજા વિશ્વનંદીના પુત્રનું નામ વિશાખાનંદી હતું.° બને ભાઈઓમાં પરસ્પર ખૂબ ઈર્ષા અને સંઘર્ષ હતું. વિશ્વભૂતિ છે કે નાનાભાઈને પુત્ર હતો, પરંતુ તે અત્યંત તેજસ્વી, પરાક્રમી અને સાહસિક હતે. રાજાને પુત્ર વિશાખનંદી કાયર, ભીરુ અને ચીડિયા સ્વભાવને હવે પિતાના પરાક્રમને લીધે વિશ્વભૂતિ સમગ્ર રાજપરિવાર પર છવાઈ ગયો હતો. એને પુષ્પકીડાને ખૂબ શેખ હતે. તે પિતાની રાણીઓની સાથે રાજકીય ઉદ્યાનમાં ચાલ્યો જતો અને ત્યાં રાત-દિવસ પિતાની રાણીઓ સાથે પુષ્પક્રીડા કરવામાં મશગૂલ રહે. ફૂલોના હાર, દડા વગેરે બનાવી રાણીઓ સાથે એના વડે રમત કરવામાં એને ખૂબ આનંદ પડતો. જ્યારે રાજકુમાર પિતાના સેવકના મુખથી વિશ્વભૂતિની પુપકીડાઓ અંગે સાંભળતો ત્યારે તે ઈર્ષાથી બળી જતો. એનામાં એટલું સાહસ ન હતું કે તે વિશ્વભૂતિને બહાર કાઢી, સ્વયં પિતે ઉદ્યાનમાં કીડા કરવા જાય. વિશ્વભૂતિના તેજસ્વી વ્યક્તિત્વની સામે તે કાંઈ પણ કરી શકતો નહીં. કોઈ કોઈ વાર પિતાની માતા પાસે જઈ આ અંગે બડબડાટ કરતે.
એક વખતે વિશ્વભૂતિ પુષ્પ–કરંડક ઉદ્યાનમાં પિતાની પત્નીઓ સાથે ઉન્મુક્ત-કીડા કરતું હતું. ત્યારે મહારાણીની દાસીએ એ ઉદ્યાનમાં પુષ્પ વગેરે લેવા આવી, વિશ્વભૂતિને આ પ્રકારે સુખસાગ४० (8) रायगिह विस्सणंदी विसाहभूती तस्स जुबराया । जुवरण्णो विस्सभूती विसाहणन्दी व इतरस्स ||
– આવ. નિયતિ ૩૨૭ (ખ) વિશેષા. ભાષ્ય ૧૭૯૩ (ગ) આવ. ચૂર્ણિ. ૨૩૦ (ધ) મહાવીર ચરિયું ગુણ પૃ. ૩, પૃ. ૨૯ (ડ) ત્રિષષ્ટિ ૧૦,૧.૮૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org