________________
૨૩૮
ભગવાન મહાવીર : એક અનુશીલન
રમાં તરતો જોઈને તે બધીનાં મુખ ઈર્ષાથી પ્લાન બની ગયાં, એમણે મહારાણુના કાન ભંભેર્યા–“મહારાણજી, રાજવૈભવને સાચે આનંદ તો વિશ્વભૂતિ કુમાર જ લૂટે છે, વિશાખનંદી રાજકુમાર છે, તે પણ એને વિશ્વભૂતિ જેવું સુખ ક્યાં છે? કુમાર વિશાખનંદી તે વિચારે દેશનિકાલ થયેલા જેવી સ્થિતિમાં રહે છે, તે ઉદ્યાનમાં હરીફરી પણ ક્યાં શકે છે. કહેવા ખાતર તે ભલે પિતાનું રાજ્ય કહે પણ ખરેખર રાજ્ય તે વિશ્વભૂતિનું છે. દાસીઓની વાતથી રાણી ખિજાઈ ગઈ. પિતાના પુત્રનું દુઃખ અને અપમાન જોઈને તે ક્રોધથી ધુંવાપૂવાં થઈ ગઈ. ગુસ્સે થઈને તેણે રાજા પાસે જઈને કહ્યું– “તમારા રાજ્યમાં કેટલું અંધેર છે? તમારે પુત્ર શરણાર્થીની જેમ આમ તેમ મુખ તાકીને ફરતો રહે છે અને નાનાભાઈનો પુત્ર મેજ ઉડાવે છે. આપણું રાજકીય ઉદ્યાનમાં જ્યાં રંગ-બેરંગી પુપે ખીલી રહ્યાં છે એને આનંદ વિશ્વભૂતિ લૂંટી રહ્યો છે, જ્યારે ત્યાં તમારા પુત્રને ભિખારીની જેમ બહાર જ રોકી દેવામાં આવે છે. જ્યારે તમારા જીવતાં તમારી આંખ સમક્ષ જ આવી સ્થિતિ છે, તે પછીથી શું સ્થિતિ થશે?”
રાજાએ રાણુને સમજાવતાં કહ્યું: “આ આપણી કુલ–મર્યાદા છે કે જ્યારે કેઈ રાજા કે રાજકુમાર વગેરે પિતાના અંત:પુર સાથે ઉદ્યાનમાં હોય ત્યારે બીજો કોઈ પણ એમાં પ્રવેશ કરી શકતો નથી.”
રાણીએ ખૂબ ગુસ્સે થઈને કહ્યું: “એવી મર્યાદા ચૂલામાં પડે! ઘરનો માલિક મેં વકાસતો રહે અને ચાર માલ ખાતે રહે. જ્યાંસુધી વિશ્વભૂતિને ઉદ્યાનમાંથી બહાર કાઢી મૂકવામાં નહિ આવે, ત્યાં સુધી હું અન્નજળ ગ્રહણ કરીશ નહીં.”
રાજા વિશ્વનંદી સમક્ષ વિકટ સમસ્યા ઉપસ્થિત થઈ. એણે ૯૧ (ક) આવશ્યક ચૂર્ણિ પુ. ૨૩૦ (ખ) આવ. મલ. ર૪૯
(ગ) ત્રિષષ્ટિ ૧૦, ૧,૯૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org