________________
२३६
ભગવાન મહાવીર : એક અનુશીલ
નિગ્રંથ સંપ્રદાય સાથે તાવિક માન્યતામાં કઈ કઈ બાબતમાં મતભેદ હતા, એને કંઈ પણ નિર્દેશ નિયુક્તિ વગેરેમાં મળતા નથી. મરીચિ રાજકુમાર કપિલને પણ આ પ્રમાણે કહે છે. વિત્યા ધરં વિ.૮ હે કપિલ જે વાત ત્યાં (ભગવાન આદિનાથ) પાસે છે, તે અહીં પણ છે, એનો અર્થ એ છે કે ત્યાં સુધી સિદ્ધાંતે અંગે ખાસ કોઈ મોટે ભેદ પડ્યો ન હતો. પરંતુ ધીરે ધીરે સિદ્ધાનોમાં અંતર પડવા લાગ્યું અને દર્શનમાં એક મોટે ભેદ ઉપસ્થિત થઈ ગયે.
અમારી દષ્ટિએ જ્યાં સુધી સમ્યગ્દર્શનના પ્રશ્ન છે, ત્યાં સુધી તે આચાર સાથે સંકળાયેલ નથી, એટલે તે વિચાર સાથે સંકળાયેલ છે. નિગ્રંથ સંપ્રદાયમાં પણ બધા એક સરખા આચારના પાળનારા હેતા નથી. એમાં પણ વધુ-ઓછાપણું જોવા મળે છે એટલે આચાર શૈથિલ્યની સાથે વિચારોમાં પણ મૌલિક મત–ભેદ ઉપસ્થિત થ જોઈએ. એ ખૂબ સંભવિત છે કે દાર્શનિક માન્યતાઓના મૌલિક મતભેદને કારણે જ સમ્યક્ત્વથી ભ્રષ્ટ થવાને પ્રસંગ ઊભા થયે હોય. આ પ્રશ્નના સમાધાન માટે જ જિનદાસગણી મહત્તરે આવશ્યક ચૂણિમાં સર્વપ્રથમ મરીચિને સંબંધ સાંખ્યશાસ્ત્રની સાથે સાંકનવામાં આવ્યું છે. આનું અનુસરણ આવશ્યકવૃત્તિ અને મહાવીરચરિયું આદિમાં કરવામાં આવ્યું છે. વાચકેએ આ મૂળ ગ્રંથે જેવા જોઈએ.
(૧૫) બ્રહ્મ દેવક
પંદરમા ભવમાં તે બ્રહ્મદેવલોકમાં મધ્યમ સ્થિતિવાળે દેવ થયે. ઉત્તર પુરાણકારે બ્રહ્મને સ્થાને મહેન્દ્ર નામ આપ્યું છે.૮૯ ૮૮ (ક) આવ. નિયું૩૨૦ (ખ) વિશેષા, ભાષ્ય ૧૭૮૬
(ગ) આવ. ચૂર્ણિ ૨૨૮ ૮૯ (ક) આવ. નિ. ૩૨૬
(ખ) વિશેષા ભાષ્ય ૧૭૯૨ (ગ) વંમોપ સુરો –આવ. ચૂણિ પૃ. ૨૩૦ (ઘ) આવ મલ ૨૪૮ (ડ) ત્રિષષ્ટિ ૧૦, ૧,૮૪
(ચ) ઉત્તરપુરાણ ૭૪,૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org