________________
૧૮૮
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન મધુર છે. એમાં એક સહજ-સરલતા અને સરસતા છે. સાંપ્રદાયિક
વ્યા મેહમાં પડી ભલે કેટલાક વિદ્વાનો, કવિઓએ એને પ્રાકૃતની માફક સાધારણ લેકેની ભાષા, ભેળા ગામડિયા અને અશિક્ષિત સ્ત્રીઓની ભાષા ગણાવી હોય પણ એનાથી એનું ભાષાગત માધુર્ય અને સ્વાભાવિકતા જ સિદ્ધ થાય છે.
અપભ્રંશ ભાષા–એક પ્રકારે જૈન સાહિત્યની ભાષા રહી છે. એમાં કેટલુંક સિદ્ધ (બૌદ્ધ આચાર્યો) સાહિત્ય સિવાય જૈનતર સાહિત્ય નગણ્ય જેવું જ છે. આ ભાષાને વિપુલ ભંડાર જૈન આચાર્યો વડે ભરાયેલે છે. અપભ્રંશમાં જૈન આચાર્યોએ અનેક કાવ્ય, કથાગ્રંથ, ઉપદેશ અને દર્શન પ્રધાન ગ્રંથ તેમ જ વિપુલ ચરિત કાવ્યની રચના કરી છે. અપભ્રંશ ભાષાનું સર્વોત્તમ અને સૌથી પ્રાચીન કાવ્ય સ્વયંભૂકૃત પઉમચરિયું મનાય છે.
ભગવાન મહાવીરની પાવન-જીવન કથા પણ અપભ્રંશ ભાષામાં નિબદ્ધ થઈ છે. અપભ્રંશના અનેક વિદ્વાન મનીષીઓએ ભગવાન મહાવીરના જીવન અંગે કાવ્ય સર્જન કર્યા છે. જેમાંથી કેટલાંક કાવ્યોને સંક્ષિપ્ત પરિચય અત્રે આપવામાં આવ્યો છે.
પ્રાકૃત–ભાષાની જેમ અપભ્રંશ ભાષામાં જૈન સાહિત્યકારોએ મહત્વપૂર્ણ ગ્રંથની રચના કરી છે. દિગંબર વિદ્વાન મહાકવિ પુષ્પદંતની તિસ૬મહાપરિસ ગુણાલંકારુ” એક મહત્વપૂર્ણ રચના છે, આ અંગે અમે આગળ પર જણાવીશું.
જયમિત્ર હલ્લકૃત “વઢમાણ-કવુ” નામને ગ્રંથ પ્રાપ્ત થાય છે. જેમાં ૧૧ સંધિઓ છે. આ કાવ્ય દેવરાયના પુત્ર સંધાધિપ હેલિવર્મને માટે લખાયેલું છે. એની એક હસ્તપ્રત વિ. સં. ૧૫૪૫ ની મળી છે, એટલે એની રચના એ પૂર્વ થઈ હોવી જોઈએ. એમાં ભગવાન મહાવીરના જીવન પર પ્રકાશ પાડવામાં આવ્યું છે.
વઢમાણ કહા ” એ કવિ નરસેનની સુંદર કૃતિ છે. જે વિકમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org