________________
૧૮૭
ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર કારિણી પુત્ર-વિયેગથી પીડા અનુભવી રડે છે અને વિલાપ કરે છે. પણ વેતાંબર પરંપરાના બધા ગ્રંથમાં માતા-પિતાને સ્વર્ગવાસ થયા પછી બે વર્ષ બાદ દીક્ષા લીધાને ઉલેખ છે.
ચૌદમા અધ્યાયમાં ભગવાનનાં જ્ઞાન કલ્યાણક વર્ણન છે. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ અને ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્રમાં ભગવાન ઋષભદેવના જ્ઞાન કલ્યાણક ઉત્સવ મનાવવા માટે ઈન્દ્રના આદેશથી બલાહકદેવે જંબુદ્વીપ પ્રમાણુ એક લાખ જન (માપનું) વિમાન બનાવ્યું એ ઉલ્લેખ છે. એવું વર્ણન અત્રે સકલકીર્તિએ પણ કર્યું છે. દિગબર વિદ્વાન શ્રી હીરાલાલ શાસ્ત્રીનું મંતવ્ય છે કે અન્ય સાહિત્યમાં કઈ પણ સ્થાને આ વર્ણન નથી. કવેતાંબર ગ્રંથોમાં સૌધર્મેન્દ્ર પિતાના સકલ પરિવાર સાથે વિમાનમાં બેસીને આવે છે પરંતુ સકલકીર્તિએ એનો કોઈ ઉલ્લેખ કર્યો નથી.
સકલકીર્તિએ પ્રસ્તુત અધ્યાયમાં કે ઈન્દ્ર કયા વાહનનો ઉપયોગ કરીને આવે છે, એ જણાવતાં લખ્યું છેઃ (૧) સૌધર્મેન્દ્ર-ઐરાવત ગજેન્દ્ર પર, (૨) ઈશાનેન્દ્ર-અધવાહન પર, (૩) સનકુમારેન્દ્ર-મૃગેન્દ્રવાહન પર, (૪) માહેન્દ્ર-વૃષભ વાહન પર, (૫) બ્રન્દ્ર-સારસ વાહન પર, (૬) લાન્તકેન્દ્ર-હંસ વાહન પર, (૭) શકેન્દ્ર-ગરુડ વાહન પર, (૮) શતારેન્દ્ર-મયૂર વાહન પર, (૯) આનતેન્દ્ર, (૧૦) પ્રાણેતન્દ્ર, (૧૧) આરણે, (૧૨) અય્યતેન્દ્ર-આ ચારેય જુદાં જુદાં પુષ્પક વિમાનમાં બેસીને આવે છે.
અપભ્રંશ સાહિત્ય ભાષા વિકાસની દૃષ્ટિએ અપભ્રંશ ભાષા પ્રાકૃત-તેમ જ આધુનિક આર્ય ભાષાની યાત્રાના સેતુરૂપ છે. તે મધ્ય કડી છે. અને કહેવું જોઈએ કે અનેક ભારતીય ભાષાઓની અને ખાસ કરીને હિન્દી ભાષાની તે જનની છે. અનેક ભાષાની મોટી બહેન છે. તે સંસ્કૃત અને પ્રાકૃત એ બનેની તુલનાએ વધુ પ્રવાહી, મનહર, લલિત તેમ જ શ્રુતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org