________________
૧૭૬
ભગવાન મહાવીર એક અનુશીલન દેવસૂરિના શિષ્ય હતા. એમનાં બીજાં બે અપરનામ શીલાચાર્ય અને વિમલમતિ પણ ઉપલબ્ધ થાય છે. આચાર્ય પદ પ્રાપ્ત કર્યા પહેલાં અને તે પછી ગ્રંથકારનું નામ ક્રમશઃ વિમલમતિ અને શીલાચાર્ય રહ્યાં હશે, એમ જ્ઞાત થાય છે કે શીલાંક એ ગ્રંથાકારનું ઉપનામ છે. ગ્રંથના અંતમાં જે પ્રશસ્તિ છે એમાંથી એમના સમય અંગે કઈ પ્રકાશ પડતું નથી. વિદ્વાનોએ અનેક પ્રમાણેના આધારે એમને રચનાકાલ ઈ.સ. ૮૬૮ નિર્ધારિત કર્યો છે.
આ ગ્રંથમાં પ્રાપ્ત થતી કેટલીય બાબતે અન્ય મહાવીર ચરિત્રના ગ્રંથે સાથે મેળ ખાતી નથી. જેમકે- (૧) અન્ય ગ્રંથોમાં મહાવીરની એક પત્નીને ઉલેખ છે અને એનું નામ યશોદા આપવામાં આવ્યું છે. પણ પ્રસ્તુત ગ્રંથમાં કઈ પણ પત્નીના નામને નિર્દેશ કર્યો નથી, પણ અનેક કન્યાઓનું પાણિગ્રહણ છે.
(૨) અન્ય ગ્રંથમાં ચમરેન્દ્રના આવાસ ઉપર સૌધર્મેન્દ્રનું વિમાન સદા અવસ્થિત રહે છે એમ લખ્યું છે, ત્યારે આ ગ્રંથમાં પિતાના આવાસ પરથી સૌધર્મેન્દ્રનું વિમાન જતું જોઈ ચમરેન્દ્ર ગુસ્સે થઈ જાય છે એમ જણાવ્યું છે.
(૩) અન્ય ગ્રંથમાં અમરેન્દ્ર વર્ધમાન સ્વામીના શરણમાં ગયા છે, એમ જાણું વજદેવ ચમરની સાથે ભગવાનને પણ મારશે એ દષ્ટિએ સૌધર્મેન્દ્ર ફક્ત ચાર આંગળનું અંતર છે, ત્યારે વાદેવને પકડી લે છે, એવી વિગત છે, જ્યારે અત્રે ચમરેન્દ્ર વર્ધમાનની શરણમાં જાય છે, એમ જાણીને સ્વયં સંરંભથી વિરત થઈ જાય છે, એમ કહેવામાં આવ્યું છે. . (૪) અન્ય ગ્રંથમાં ગોશાલકની તેજલેશ્યાથી સર્વાનુભૂતિ મુનિ २ एव च परियप्पउण वीसयविरत्तचितेणावि पडिच्छियाओ. कण्णयाओ। वत्तं जहा.
વિહિં વારે –ચઉપન્ન પૃ. ૨૭૨ ૩ ચઉ૫ન ૧૨. પ્ર ૧૨ પૃ. ૨૯૨ ૪ ચઉપન પ્રસ્તાવ ૧૨, પૃ. ૨૯૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org