________________
ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર
આવશ્યકચૂર્ણિ
આવશ્યક ચૂર્ણિમાં મહાવીરના પૂર્વભવ તથા એમના જીવન સાથે સંબંધિત એવી નીચે આપેલી ઘટનાઓનું વિસ્તૃત વર્ણન પ્રાપ્ત થાય છે. દૈયપરીક્ષા, વિવાહ, અપત્ય, દાન, સ ખાધ, લેાકાન્તિકાગમન, ઇન્દ્રાગમન, દીક્ષામહાત્સવ, ઉપસર્ગ, ઇન્દ્રપ્રાર્થના, અભિગ્રહપંચક, અછંદકવૃત્ત, ચંડકૌશિકનૃત્ત, ગોશાલકવૃત્ત, સંગમકૃત-ઉપસર્ગ, દૈવીકૃતઉપસર્ગ, વૈશાલી વગેરેમાં વિહાર, ચન્દનખાલાવૃત્ત શલાકાપસર્ગ, કેવલાત્પત્તિ, સમવશરણુ, ગણધર–દીક્ષા વગેરે. ધ્રુવીકૃત ઉપસર્ગનું વર્ણન કરત. આચાર્ચે દેવીઓના રૂપલાવણ્યનું સફલતાપૂર્વક ચિત્રણ કર્યું” છે. ભગવાન મહાવીરના દે–વર્ણનમાં પણ આચાયે પેાતાનું સાહિત્યકૌશલ બતાવ્યું છે. આ પ્રમાણે પૂર્વગ્રંથની અપેક્ષાએ આમાં કઈક વધુ વિસ્તાર થયા છે. શૈલીની સજાવટ અને સાહિત્યિક છટા પણુ અનેાખી છે.
પ્રાકૃત કાવ્ય—સાહિત્ય
૧૦૫
૧
ચપ્પન-મહાપુરિસચરિય
જૈન સાહિત્યમાં મહાપુરુષોને શલાકા પુરુષ અર્થાત્ યુગના વિશિષ્ટ ગણનાપાત્ર પુરુષ કહેવામાં આવે છે. આ અંગે એ વિચારધારાએ છે, એક પ્રતિવાસુદેવાની વિચારધારા સાથે ગણના કરી ૬૩ શલાકા પુરુષા થઈ ગયેલા માને છે તેા ખીજી વિચારધારા પ્રતિવાસુદેવની ગણતરી સ્વતંત્ર રીતે કરી ૫૪ શલાકા પુરુષો થઈ ગયેલા માને છે. પ્રસ્તુત ગ્રંથ ઘણેા મોટો છે. એમાં ૫૪ શલાકા પુરુષનાં જીવનવૃત્ત ગ્રંથિત છે. એના રચનાકાર શ્રી શીલંકાચાર્ય છે. તેઓ નિવૃત્તિકુલીન માન
Jain Education International
૧ શ્રી ઋષભદેવજી કેશરીમલજી શ્વેતાંબર સ ંસ્થા, રતલામ.
૧ (ક) સંપાદક અમૃતલાલ ભોજક, પ્રાકૃત ગ્રંથ પરિષદ, વારાહ્સી ૫. (ખ) ગુજરાતી અનુવાદક આ. હેમસાગરસૂરિ પ્ર. મેાતીલાલ મગનલાલ
ચેકસી ટ્રસ્ટી
For Private & Personal Use Only
www.jainelibrary.org