________________
ભગવાન મહાવીર : એક અનુશીલન અનુત્તરાપપાતિક સૂત્ર
અનુત્તર।પપાતિક સૂત્રમાં પ્રાપ્ત વર્ણન અનુસાર રાજા શ્રેણિકની રાણી ધારિણીના સાત પુત્ર, ચેલાના બે પુત્ર અને નંદાના અભયકુમાર આદિ પ્રતિભાસંપન્ન રાજકુમારાએ મહાવીરની પાસે દીક્ષા ગ્રહણ કરી અને ઉત્કૃષ્ટ સાધના કરીને અનુત્તર વિમાનમાં ગયા.૪૪ એમાં મહાવીરના શિષ્ય ધન્ના અનેગારના ઉગ્ર તપનું રેશમાંચકારી વર્ણન છે. ઉગ્ર તપથી એમનું શરીર અત્યંત કુશ થઈ ગયું હતું. મહાવીરે એમના મહાન તપની પ્રશંસા રાજા શ્રેણિક સમક્ષ કરી હતી.૪૫
}}
વિપાક સૂત્ર
એમાં પાપ અને પુણ્યના વિપાકનુ મુખ્યત્વે વર્ણન છે. ગણુધર ગૌતમ ખૂબ દુ:ખી અને સુખી લેાકેાને જોઈ ને મહાવીરને પ્રશ્ન કરે છે અને મહાવીર દુઃખ અને સુખનાં કારણેા પર વિશેષ પ્રકાશ પાડે છે. મૃગાપુત્રને જીવનવૃત્તાન્ત અત્યંત હૃદયદ્રાવક છે. મહાવીરની આજ્ઞા મેળવીને ગણધર ગૌતમ એમને જોવા જાય છે. ૪ ૬ રાજકુમાર સુબાહુ મહાવીરના ઉપદેશથી ખાર વ્રત ગ્રહણ કરે છે,૪૭ વગેરે મહાવીર સાથે સબંધ રાખનારા પ્રસંગે પ્રાપ્ત થાય છે.
ઓપપાતિક સૂત્ર
અંગ સાહિત્ય પછી ઉપાંગ સાહિત્ય આવે છે. ઔપપાતિક સૂત્ર ઉપાંગ છે. એમાં ચંપાનગરી, પૂર્ણભદ્ર ચૈત્ય, શ્રેણિકના પુત્ર કાણિક, એની રાણીએ તથા ભગવાન મહાવીરના સમવસરણમાં રાજા કેાણિકનુ સપરિવાર વેંઢણા કરવા આવવું વગેરેનું વર્ણન છે. ભગવાન મહાવીરની ૪૪ અનુત્તરૂપપાતિક, વર્ગ ૧,૨ ૪૫ અનુત્તરાપપાહિક, વર્ગ ૩ અ. ૧
૪૬ વિપાકસૂત્ર ૧,૧ ૪૭ વિપાકસૂત્ર ૨,૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org