________________
ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર
૧૬૫
આચાર અંગે વિસ્તૃત વર્ણન છે. આ સાથે એ સમયની ભાગે પાગની વસ્તુએ, જીવનવ્યવહાર, આજીવિકા, ગૃહસ્થજીવનની સાધના વગેરેનું સુંદર ચિત્ર ચિત્રિત કરવામાં આવ્યું છે ઉપાસક આનંદે જે ત ગ્રહણ કર્યું એ પ્રસંગમાં તે સમયની સમાજવ્યવસ્થા, જીવનની આવશ્યકતાએ વગેરેનું સુંદર વર્ણન જોવા મળે છે. મહાવીર પોતાના પ્રધાન શિષ્ય ગૌતમને આનંદની પાસે ક્ષમા-યાચનાને માટે માકલે છે, એ એમની સત્યનિષ્ઠાનું જ્વલંત ઉદાહરણ છે. કામદેવ શ્રાવકની દઢતાનુ રેશમાંચકારી વર્ણન પણ મળે છે. મહાવીર પેાતાના શ્રમણાને જણાવે છે કે ઉપસર્ગ આવી પડે ત્યારે એમણે પણ કામદેવની માફ્ક સ્થિર રહેવું જોઈએ. ૪૦ કુંભકાર સદ્દાલપુત્રના પ્રસંગમાં સંખલિગોશાલક મહાવીરને મહાબ્રાહ્મણુ, મહાગેાપ, મહાસાર્થવાહ, મહાધર્મકથક અને મહાનિયામક શબ્દો દ્વારા સાધિત કરે છે.૪૧ મહાવીર અને ગોશાલકના મુખ્ય સિદ્ધાન્તામાં જે મુખ્ય ભેદ છે એનું એમાં સ્પષ્ટ નિર્દેન છે.
અન્તકૃશા સૂત્ર
અન્તકૃશાના છઠ્ઠા વર્ગમાં અર્જુનમાલીનું વર્ણન છે. અર્જુનમાલી જેવા ક્રૂર હત્યારાને દીક્ષા અપાવીને ભગવાને એના જીવનની સુરત પલટી નાંખી હતી.૪૨
અતિમુક્તકુમાર જેવા માળ રાજકુમારને પણ મહાવીર દીક્ષા આપે છે,૪૩ જેની ઉંમર ભગવતી સૂત્રની ટીકા અનુસાર ફક્ત છ વર્ષની હતી, જેને સાધના કરીને નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું.
૩૯ ઉપાસકદશા ૧
૪૦ ઉપાસકદશા ૨,૨૩ સુત્તાગમે ૪૧ ઉપાસકદશા ૭,૫૬ સુત્તાગમે જર અન્તકૃદ્દશા વર્ગ ૬ અ. ૩ ૪૩ એજન ૧ ૬ અ. ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org