________________
ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર
૧૬૭ દિવ્ય અને ભવ્ય શરીરાકૃતિનું જે શબ્દચિત્ર પ્રસ્તુત કરવામાં આવ્યું છે, તે અન્યત્ર દુર્લભ છે.૪૮ આ સાથે મહાવીર યુગના તાપસના નિયમ અને તપ અને સારા પ્રમાણમાં જાણકારી પ્રાપ્ત થાય છે.
રાજપનીય સૂત્ર આના પ્રથમ ભાગમાં સૂર્યાભદેવના વિમાનનું વિસ્તૃત વર્ણન છે. સૂર્યાભદેવ પિતાના પરિવાર સહિત મહાવીરના દર્શન માટે આવે છે. તે વખતે મહાવીર આમલકપા નગરીમાં વિરાજમાન હતા. ધર્મશ્રવણ પછી તે મહાવીરની સમક્ષ બત્રીસ પ્રકારનાં નાટકે પ્રસ્તુત કરે છે. જેમાં અંતિમ નાટકમાં ભગવાન મહાવીરના વનથી આરંભી નિર્વાણ સુધીના જીવન પ્રસંગે અભિનય કરીને બતાવે છે, જે મહત્વપૂર્ણ છે.૪૯
નિરયાવલિયા સૂત્ર નિરિયાવલિયામાં રાજા શ્રેણિકની રાણી કાલી, સુકાલી વગેરે, એના પુત્ર અને પુત્રવધૂઓ તથા મહારાજા કૃણિક તથા ચેટકના મહાયુદ્ધનું ઐતિહાસિક વર્ણન છે.પ૦ મહાવીરના યુગનું આ સૌથી મોટું યુદ્ધ હતું.
કપાવલંસિકા નિરિયાવલિયાનો જ બીજો વર્ગ છે. એમાં મહારાજા શ્રેણિકના દસ પુત્ર, પ્રપાત્રોને પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ તથા સૌધર્મ કલ્પમાં ઉત્પન્ન થયાનું વર્ણન છે. ૧૧
પુપિકા એમાં ચન્દ્ર નામક ઈન્દ્ર મહાવીરને વંદના કરવા આવ્યો અને નાટવિધિ કરી એ ઉલ્લેખ છે. ૪૮ ઔ પપાતિક સૂત્ર ૧ ૪૯ રાજપ્રમ્નીય ૫૦ નિયાવલિયા સટીક પત્ર ૬-૧ ૫૧ કપાવત સિકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org