________________
ભગવાન મહાવીરના સમકાલીન ધર્મ અને ધર્મનાયક
૧૪૯
ત્રાજકમાં પરિવાક શબ્દ આવ્યું છે, જે વૈદિક સંસ્કૃતિ સાથે સંબંધ ધરાવે છે. એટલે સંજય પરિવ્રાજકથી સંજય વેલડ્રિપુત્ર જુદી વ્યક્તિ હેવી જોઈએ. ડે. કામતા પ્રસાદ જેને સંજય વેલદિને સારિપુત્રના ગુરુ અને જૈન શ્રમણ માન્યા છે. પરંતુ અન્ય વિદ્વાને આની સાથે સહમત થતા નથી.૩૭
સંજયના વિક્ષેપવાદમાં લોકો સ્વાદુવાદનું પ્રાગરૂપ જુએ છે. ધર્માનન્દ કીશાખીના વિચાર પ્રમાણે વિક્ષેપવાદનું વિકસિત સ્વરૂપ તે સ્વાદુવાદ છે, પણ આ માન્યતા સ્વાવાદ અંગેના ખોટા ખ્યાલને કારણે ઊભી થઈ છે. વાસ્તવમાં સ્વાદુવાદ અને વિક્ષેપવાદમાં બહુ ફેર છે.
સંજય વેલટ્રિપુત્ર વિક્ષેપવાદી હતા. એમનું મંતવ્ય આ પ્રમાણે હતું. જે કઈ મને પૂછે કે શું પરક છે? અને જે મને એવું લાગે કે પરલોક છે તે હું કહીશ, હા. પરંતુ મને એવું લાગતું નથી. મને એવું પણ લાગતું નથી કે પરલોક નથી. ઔપપાતિક પ્રાણું છે કે નહીં, સારા-ખરાબ કર્મનું ફળ મળે છે કે નહીં, તથાગત મૃત્યુ પછી રહે છે કે નહીં, એમાંની કેઈ બાબત અંગે મારી કોઈ નિશ્ચિત. ધારણું નથી. ૩૯
નિગ્રંથ જ્ઞાતપુત્ર બૌદ્ધ સાહિત્યમાં નિગ્રંથ જ્ઞાતપુત્રનું નીચે પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું છે, યદ્યપિ તે સર્વથા સત્ય નથી, પરંતુ લાગે છે કે કોઈ સાંભળેલી ધારણા જ ત્યાં અંકિત થયેલી છે. તે વર્ણન આ પ્રમાણે છે : ૩૬ ભગવાન મહાવીર ઔર મહાત્મા બુદ્ધ, પૃ. ૨૨–૨૪ ૩૭ આગમ ઔર ત્રિપિટક એક અનુશીલન નં. ૧. પૃ. ૧૮ ૩૮ ભગવાન બુદ્ધ, ધર્માનન્દ કમાખી પૃ. ૧૮૭ ૩૯ ભગવાન બુદ્ધ, પૃ. ૧૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org