________________
૧૪૮
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
એ યાદ રાખવું જોઈએ કે કબધી–પકુધ એ બન્ને શબ્દ શારીરિકવિકૃતિ-કૂબડાપણાના વાચક છે. ૩૧
તેઓ અ ત્યવાદી હતા. એમનું મંતવ્ય આ પ્રમાણે હતું : સાત પદાર્થ કોઈના કરેલા, કરાવેલા, બનાવ્યા કે બનાવરાવેલા નથી તે તે વધ્ય, કૂટસ્થ અને નગરદ્વારના સ્થંભની જેમ અચલ છે. તે હાલતા નથી કે બદલાતા નથી. તેઓ એકબીજાને સતાવતા નથી, એકબીજાને સુખ-દુઃખ ઉત્પન્ન કરવામાં તેઓ અસમર્થ છે. તે આ પ્રમાણે છે:-પૃથ્વી, અપ, તેજ, વાયુ, સુખ, દુઃખ અને જીવ. તેઓને મારનાર, મરાવનાર, સાંભળનાર, સંભળાવનાર, જાણનાર અથવા એમનું વર્ણન કરનાર કોઈ નથી. જે કોઈ કોઈનું માથું તીણ શસ્ત્ર વડે કાપી નાખે છે તે એને પ્રાણ લેતા નથી. અત્રે એટલું સમજવું જોઈએ કે સાત પદાર્થોની વચમાં જે અવકાશ છે એમાં શસ્ત્ર ઘૂસી ગયું છે. ૨
સંજય વેલદ્ધિપુત્ર અને એમની માન્યતાઓ
એમના જીવન અંગેની પ્રામાણિક સામગ્રીને અભાવ છે. એમનું સંજય વેલદ્રિપુત્ર નામ ગોશાલના મખલીપુત્ર જેવું લાગે છે. એ યુગમાં માતા-પિતાના નામ સાથે સંબંધિત એવું પુત્રનું નામ પણ રહેતું. જેમકે મૃગાપુત્ર, થાવસ્થા પુત્ર.૩૪ આચાર્ય બુદ્ધષે એમને વેલદુના પુત્ર માન્યા છે. કેટલાય વિદ્વાનોનું એ અનુમાન છે કે સારિપુત્ર અને મેડ્યુલ્યાયન પૂર્વે જે આચાર્ય પરિવ્રાજક હતા, તે સંજય વેલપુિત્ર.૩૫ પરંતુ આ અનુમાન સત્ય જણાતું નથી, કેમકે જે આ પ્રમાણે હેત તે બૌદ્ધ સાહિત્યમાં આ અંગે સ્પષ્ટ ઉલ્લેખ હોત. સંજય પરિ૩૧ Barua, Pre-Buddhistic Indian philosophy P. 281. ૩૨ (ક) ભગવાન બુદ્ધ ૧૮૧-૧૮૨ (ખ) ભારતીય સંસ્કૃતિ ઔર અહિંસા ૩૩ ઉત્તરાધ્યયન અ ૧૭ ૩૪ જ્ઞાતૃધર્મકથા ૫ અ. ૫ ૩૫ મહાવીર સ્વામીને સંયમધમં, ગોપાલદાસ પટેલ પૂ. ૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org