________________
૧૪૪
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
પૂર્ણ કાશ્યપ અને એની માન્યતા અનુભવની પૂર્ણતા હોવાને કારણે લેક એને પૂર્ણ કહેતા હતા. બ્રાહ્મણ જાતિના હોવાને કારણે કાશ્યપ પણ કહેવાતા. તેઓ નગ્ન રહેતા હતા. એમના એંસી હજાર અનુયાયીઓ હતા. બૌદ્ધ સાહિત્યમાં એક કિવદંતી છે એ પ્રમાણે પૂર્ણ કાશ્યપ એક ગૃહસ્થના પુત્ર હતા. એક દિવસે એના સ્વામીએ એમને દ્વારપાલનું કાર્ય સેપ્યું. એમણે એને પિતાનું ઘર અપમાન સમાન ગયું. તેઓ વિરત બની જંગલમાં ચાલ્યા ગયા. માર્ગમાં ચેરેએ એમનાં વસ્ત્રો લૂંટી લીધાં. ત્યારથી તેઓ નગ્ન જ રહેવા લાગ્યા. એક વાર તેઓ એક ગામમાં ગયા, ત્યારે લોકોએ એમને નગ્ન જોઈ પહેરવાનું વસ્ત્ર આપ્યાં. પરંતુ એમણે કહ્યું: “વસ્ત્રનું પ્રયોજન લજજા–નિવારણ છે અને લજજાનું મૂળ પાપમય પ્રવૃત્તિ છે. હું તો પાપમય પ્રવૃત્તિથી દૂર છું એટલે મારે વસ્ત્રની શું આવશ્યકતા છે?' એમ કહીને એમણે વચ્ચે પાછાં આપી દીધાં. આ પ્રકારની એમની નિઃસ્પૃહતા અને અસંગતા જોઈને લોકે એમના અનુયાયી બનવા લાગ્યા. ૨૦
ધમ્મપદ અઠકથા'માં એમના મૃત્યુ અંગે એક અસ્વાભાવિક અને ખૂબ વિચિત્ર પ્રસંગ જોવા મળે છે. આ કથામાં બતાવવામાં આવ્યું કે પૂર્ણ કાશ્યપ કેઈ શ્રીમન્તને ત્યાં દાસ હતા. ૨૧ જન્મથી એમને સમે કમ હતો. એટલે એમનું નામ પૂરું પડ્યું. આ ઉલ્લેખ સંગત લાગતું નથી; કેમકે જે જાતિના કાશ્યપ હતા, તે જન્મથી દાસ કેવી રીતે હોય? બીજી વાત એ કથામાં અન્ય નિર્ચને ઉપહાસ કરવામાં આવ્યું છે, તે પણ સાંપ્રદાયિક ભાવથી પૂર્ણ લાગે છે. ૨૦. (ક) બૌદ્ધ પર્વ (મરાઠી) પ્ર. ૧૦ પૃ. ૧૨૭
(ખ) ભગવતી સૂત્ર-૫. બેચરદાસ દેશી દ્વારા સંપા. જિ. ખં, પૃ. ૫૬ ૨૧ GF.G.P. Malalasekera Dictionary of Pali proper
names--Luzac and Co. London, 1960 Vol 11. P. 242n.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org