________________
ભગવાન મહાવીરના સમકાલીન ધર્મ અને ધર્મનાયક
૧૫ પૂર્ણકાશ્યપ અકિયાવાદના સમર્થક હતા. એમનું મંતવ્ય હતું કે–જે કઈ કરે કે કરાવે, કાપે કે કપાવે, કષ્ટ આપે કે અપાવે, શેક કરે કે કરાવે, કંઈને કંઈક દુઃખ હોય કે કોઈ આપે, ડર લાગે કે ડરાવે, પ્રાણીઓને મારી નાંખે, ચેરી કરે, ઘરમાં ખાતર પાડે, છાપે મારે, એક જ મકાન પર હુમલો કરે, લૂંટફાટ કરે, પરદારાગમન કરે કે અસત્ય બોલે તે પણ એને પાપ લાગતું નથી. તીક્ષણ ધારવાળા ચક્ર વડે કાપીને જે કઈ સંસારના પશુઓના માંસને મેટો ઢગલે ખડો કરી દે તો પણ એને બિલકુલ પાપ લાગતું નથી, એમાં કઈ દેષ નથી. ગંગા નદીના દક્ષિણ કિનારા પર જઈ જે કઈ મારપીટ કરે, કાપે યા કપાવે, કષ્ટ આપે કે અપાવે તે પણ એમાં બિલકુલ પાપ નથી. ગંગા નદીના ઉત્તર કિનારા પર જઈ જે કઈ અનેક પ્રકારે દાન કરે ત્યા કરાવે, યજ્ઞ કરે કે કરાવે, તે પણ એમાંથી કઈ પુણ્ય પ્રાપ્ત થતું નથી. દાન, ધર્મ, સંયમ અને સત્ય બોલવાથી પુણ્યની પ્રાપ્તિ થતી નથી. ૨૨
ભગવતી(૩,૨)માં પૂર્ણ તાપસનું વિસ્તૃત વર્ણન મળે છે. તે મહાવીરના સમકાલીન હતા, પણ પૂર્ણ કાશ્યપ અને તે જુદા છે.
મખલિ ગોશાલક અને એમની માન્યતા ગોશાલક અંગે આગળ પર બીજા ખંડમાં ભગવાન મહાવીરના સાધના કાલમાં એમના આગમન પ્રસંગ પર વિસ્તારથી એમને પરિચય આપવામાં આવ્યું છે. એમનું મંતવ્ય એવું હતું કે પ્રાણીના અપવિત્ર થવામાં ન તો કઈ હેતુ છે કે ન તે કોઈ કારણ વિના હેતુ અને વિના કારણે પ્રાણુઓ અપવિત્ર બને છે. પ્રાણીની શુદ્ધિ માટે પણ કોઈ હેતુ નથી, કોઈ પણ કારણ નથી. વિના હેતુ અને વિના કારણે પ્રાણું શુદ્ધ બને છે. ખુદ પોતાની શક્તિ કે બીજાની શક્તિથી કંઈ પણ ૨૨ (ક) ભારતીય સંસ્કૃતિ અને અહિંસા પૃ. ૪૫-૪૬
(ખ) ભગવાન બુદ્ધ પૃ. ૧૮૧ ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org