________________
ભગવાન મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિ
પટહ અને ભેરીને નાદ ચાન્દ્રાએમાં વીરતાનો સંચાર કરતા. પેાતાનાં તીક્ષ્ણ ખાણેાથી સૈનિકા શત્રુની ધજાને છિન્ન-ભિન્ન કરી નાખતા. શત્રુના હાથમાં ધજા જાય એટલે યુદ્ધ સમાપ્ત થઈ જતું.
૩૭
માનવ-પ્રવૃત્તિઓ
આદિકાલમાં માનવ ઋજુ-જડ હતા. અર્થાત્ ભગવાન ઋષભના સમયના માનવે સરલ પ્રકૃતિના હતા. પરંતુ એમને અર્થોધ બહુ કઠિનાઈથી થતા. વિનીત હોવા છતાં વિવેકની ખામી હતી. મધ્યકાલમાં માનવે ઋજુ–પ્રાજ્ઞ હતા. સરલ હાવાની સાથે તેએ બુદ્ધિમાન પણ હતા. એમના જીવનમાં વિનય અને વિવેક બન્નેને સમ ન્વય હતા. પરંતુ મહાવીર યુગના માનવે વક્ર-જડ' હતા. અર્થાત્ કુતર્ક કરનારા અને વિવેકહીન હતા. જન-જનના મનમાં ધર્મ પ્રતિ નિષ્ઠા પ્રતિદિન આછી થઈ રહી હતી. હિંસા, અસત્ય, લૂંટફાટ, ચારી, માયાચારી, શતા, કામાસક્તિ, ધનાદિ સંગ્રહમાં આસક્તિ, મદ્યમાંસભક્ષણ, પર-દમન, અહંકાર, લાલુપતા આદિ દુર્ગુણો શેતાનની માફક વૃદ્ધિ પામી રહ્યા હતા. આટલું થવા છતાં એવી ઘણી વ્યક્તિ હતી કે જે સદાચારી અને ધર્મપરાયણ હતી. એમના જીવનની પ્રત્યેક ક્ષણમાં, મનના પ્રત્યેક અણુમાં ધાર્મિક ભાવના હતી. ભગવાન મહાવીરે દ્રવ્ય-યજ્ઞની અપેક્ષાએ ભાવ–યજ્ઞ પર, માહ્ય-શુદ્ધિની અપેક્ષાએ અન્તરંગ-શુદ્ધિ પર, દ્રવ્ય-સંયમની અપેક્ષાએ ભાવ-સંયમ પર અધિક મળ આપ્યું.
૧૩૧
ધાર્મિક તેમજ દાર્શનિક સંપ્રદાયે
ભગવાન મહાવીરના સમયમાં જે ધાર્મિક અને દાર્શનિક સપ્રદાયામાં ૩૭. (ક) ભગવતી સૂત્ર ૭,૭ સરખાવે. (ખ) કલ્પસૂત્ર ૩,૪૦માં ધજાનુ વર્ણન છે. (ગ) રામાયણ ૩,૩૭,૧૫ સાથે સરખાવેા. (ધ) મહાભારત ૫, ૮૩, ૪૬ સાથે સરખાવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org