________________
૧૩૨
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
પ્રચલિત હતા તે અંગેનું વિશુદ્ધ વર્ણન અમે “ભગવાન મહાવીરકાલીન ધર્મ અને ધર્મનાયક એ શીર્ષક નીચે આપી ચૂક્યા છીએ.
નિષ્કર્ષ
આમ આપણે જોઈ શકીએ છીએ કે એ સમયે જાતિ અને વર્ણના આધાર પર સામાજિક સંગઠન થયેલું હતું. નાત-જાતની બીમારી બહુ મોટી બની ગઈ હતી. શૂદ્રોની સ્થિતિ અત્યંત દયાજનક હતી. સર્વત્ર એને અનાદર થતો હતો. બ્રાહ્મણનું પ્રભુત્વ હતું. તેઓ ધર્મના નામે હિંસાને પ્રેત્સાહન આપતા હતા. તેઓ વેદના વાસ્તવિક અર્થને જાણતા નહતા. ક્ષત્રિય અને વૈ પાસે ઘણું ધન હતું. ક્ષત્રિય પ્રજાનું પાલન કરતા અને ભેગ-વિલાસમાં પણ મગ્ન રહેતા, તેમ છતાં કેટલાક ક્ષત્રિય રાજા જૈન દીક્ષા પણ લેતા હતા. વૈશ્ય માત્ર ભારતમાં જ નહીં કિંતુ વિદેશોમાં પણ વ્યાપાર અર્થે જતા હતા.
પરિવારમાં માતા-પિતાનું સ્થાન સર્વોપરી હતું. પરિવારના ભરણ-પોષણની જવાબદારી પિતાની ગણતી. પુત્ર પ્રત્યે સર્વને સ્વાભાવિક રૂનેહ રહેતું હતું. એના વગર ઘર સૂનું સૂનું થઈ જતું. પિતાના મૃત્યુ બાદ તે પરિવારની સાર-સંભાળ રાખતા. એ દીક્ષા લે તે સંજોગોમાં માતા-પિતાને દુઃખ થાય તે સ્વાભાવિક હતું. સ્ત્રીઓની સ્થિતિ પણ ગંભીર હતી. તે ભોગ-વિલાસનું સાધન માનવામાં આવતી. પુરુષ પિતાની ઈચ્છા મુજબ કઠપૂતળીની માફક એને નચાવી શકતે. પરંતુ કેટલીય સ્ત્રીઓ પુરુથી પણ આગળ વધેલી હતી, તેઓ પુરુષને પ્રતિબંધ આપતી હતી. વિવાહની પ્રથા પણ આ સમયે પ્રચલિત હતી. પુત્ર અને પુત્રીઓનાં સગપણ બહુધા પિતા જ નક્કી કરતા. સ્વયંવર અને ગાંધર્વવિવાહની પ્રથા પણ એ સમયે પ્રચલિત હતી. એકથી વધુ લગ્ન પણ કરવામાં આવતાં. કઈ કઈ વખતે વ્યાપાર અર્થે વિદેશ જનાર વ્યક્તિ ત્યાં પણ લગ્ન કરી લેતી. કેટલાક દિવસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org