________________
૧૫
ધ્યાન કરવું ખૂબ જ કઠિન છે. ભગવાન મહાવીર મેટે ભાગે ઊભા રહીને ધ્યાન કરતા હતા. તેઓ શરીરને ટટ્ટાર અને આગળના ભાગમાં સહેજ નમેલું રાખતા હતા. ધ્યાન માટે શિથિલીકરણ આવશ્યક છે એ કારણે જ તેઓ મેટેભાગે કાર્યોત્સર્ગ મુદ્રામાં વધુ ધ્યાન કરતા હતા. કાર્યોત્સર્ગમાં કેવલ સૂક્ષ્મ શ્વાસ સિવાય અન્ય બધી શારીરિક, વાચિક અને માનસિક ક્રિયાઓનું વિસર્જન આપોઆપ થઈ જાય છે.
કેટલાય સાધકે ધ્યાનને માટે કોઈ ચોક્કસ સમયના આગ્રહી હોય છે, પરંતુ ભગવાન આ આગ્રહથી મુક્ત હતા. તે દિવસ હોય કે રાત્રિ હોય, પ્રાતઃ હોય કે સંધ્યા હોય, મધ્યાહ્ન હોય કે અપરાહ હોય, પ્રાયઃ બધા સમયે તેઓ ધ્યાનમાં તલ્લીન બની જતા. તેઓ સાલંબન અને નિરાલંબન એમ બંને પ્રકારનાં ધ્યાન કરતા હતા. તેઓ કદી પણ મનને એકાગ્ર કરવાની દષ્ટિએ કલાકે ના કલાકો સુધી દીવાલ પર અનિમેષ દૃષ્ટિએ જોઈ રહી ધ્યાન કરતા હતા. આ પ્રકારની સાધનાથી એમનું મન તો એકાગ્ર બન્યું પણ સાથે સાથે એમની આંખમાં એવું અદ્ભુત તેજ પેદા થયું કે સામાન્ય માણસ એમની સામે આંખ ઉઠાવીને જોઈ પણ શકતો નહીં. ભગવાન કઈ કઈ વખતે ઊર્ધ્વ, અધઃ અને તિર્યફ લેકને લક્ષ્ય બનાવીને પણ ધ્યાન કરતા. ઊર્ધ્વ લેકના દ્રવ્યને સાક્ષાત્કાર કરવા માટે તેઓ ઊર્ધ્વ—દિશાપાતી ધ્યાન કરતા હતા. અધોલોકના દ્રવ્યનો સાક્ષાત્કાર કરવા માટે તેઓ અધે-દિશાપાતી ધ્યાન કરતા હતા. તેઓ કદી દ્રવ્યનું ધ્યાન કરતા તે કદીક પર્યાયનું પણ ધ્યાન કરતા હતા. કેઈક વખતે તેઓ એક શબ્દનું ધ્યાન કરતા હતા બીજી વખતે બીજા શબ્દનું. આ પ્રમાણે એમને પરિવર્તન યુક્ત ધ્યાનને પ્રયોગ સતત ચાલતું હતું.
ભગવાન ધ્યાનને માટે એકાંત ને શાંત સ્થાન વધુ પસંદ કરતા હતા. તેઓ ધ્યાનમાં વિવિધ આસનને પણ પ્રયોગ કરતા. એમાં વીરાસન, ગાદેવિકાસન, ઉત્કટિકાસન વગેરે મુખ્ય આસને હતાં. યાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org