________________
ભગવાન મહાવીરના જીવનમાં પણ રોગની ક્રિયાથી કઈ એવું પરિવર્તન થઈ ગયું હોય કે જેથી વર્ષો સુધી ઊંઘ ન લેવા છતાં એમણે કોઈ દિવસ પણ થાક અનુભવ્યું ન હોય.
લેકે માને છે કે જે માનવ પૂરતું ભેજન ન કરે, કેટલાક દિવસે સુધી પાણી ન પીએ અને શ્વાસ પણ ન લે તે તે જીતે રહી ન શકે. પરંતુ ભગવાન મહાવીર પિતાના સાધનકાલમાં ચાર–ચાર અને છ-છ મહિના સુધી ભેજન અને પાણી બનેને ત્યાગ કરી એ સાબિત કર્યું છે કે આત્માનું સાન્નિધ્ય પ્રાપ્ત કરવાથી સ્થૂલ શરીરની આવશ્યકતાએ ખૂબ જ ઓછી થઈ જાય છે, ત્યાં સુધી કે જીવનમાં શ્વાસ, ભૂખ, તરસ અને ઊંઘનું સ્થાન ગૌણ થઈ જાય છે. એનું તાત્પર્ય એ છે કે ભગવાનને ભૂખ આદિ લાગતી નથી અને એમ પણ નથી કે તેઓ સદા ભૂખ-તરસને દબાવે છે, પણું સત્ય તથ્ય એ છે કે તેઓ આત્મધ્યાનમાં એટલા તલ્લીન થઈ જાય છે કે એમને ભૂખ અને તરસની અનુભૂતિ જ થતી નહોતી.
આચાર્ય પતંજલિ લખે છે કે કંઠ-કૃપમાં સંયમ રાખવાથી ભૂખ અને તરસની નિવૃત્તિ થઈ જાય છે. રોગ-સાધનાની દષ્ટિથી કંઠ-કૂપનો અર્થ એ છે કે જીભ નીચે તત્ત્વ છે, તન્ત નીચે કંઠ છે અને કંઠ નીચે કૃપ છે. અને સંયમને અર્થ છે–ધારણું, ધ્યાન અને સમાધિ, ધારણા, ધ્યાન અને સમાધિ આ ત્રણેની સંયુક્ત સંજ્ઞા છે “સંયમ”. જે કંઠ-કૂપ પર સંયમ કરે છે તેને ભૂખ-તરસ અકળાવતાં નથી. શરીરને સતાવવા માટે એમણે ભૂખ-તરસનું દમન કર્યું ન હતું પણ ધ્યાનની સતત સાધનાથી એની માત્રા આપમેળે ઓછી થઈ ગઈ હતી.
ભગવાન મહાવીરના સમયે ધ્યાનની વિવિધ પરંપરા હતી. કેટલાય સાધકોને એ આગ્રહ હતો કે અમુક આસન સિવાય ધ્યાન થઈ શકે જ નહીં. પરંતુ મહાવીર ધ્યાન અંગે આસનેના આગ્રહી ન હતા. બેસીને ધ્યા : કરવું સહેલું છે પરંતુ ઊભા રહીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org