________________
ભગવાન મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિ
૭૯.
લગ્ન પ્રથા
સાધારણ રીતે વર તેમજ કન્યા બન્ને પક્ષનાં માતા-પિતા યા એમના અનુજ સબંધી લેકે પહેલથી લગ્ન-સબંધ નક્કી કરતા.* લગ્નના સમયે તિથિ અને મુહુર્ત પણ જોવામાં આવતાં.૩૭ જયા, વિજયા, છદ્ધિ, વૃદ્ધિ વગેરે ઔષધિઓથી સંસ્કારિત જલથી વરને સ્નાન કરાવવામાં આવતું અને એના કપાળમાં મુશલને સ્પર્શ કરાવવાનું માંગલિક માનવામાં આવતું.૩૮
લગ્નના કેટલાય પ્રકારો પ્રચલિત હતા. એમાં સ્વયંવર અને ગંધર્વ–પદ્ધતિ પણ પ્રોત્સાહન પામેલી હતી. સ્વયંવરમાં કન્યા પોતાના વરની પસંદગી સ્વયં કરતી હતી. લગ્નની બીજી પ્રચલિત પદ્ધતિ ગંધર્વવિવાહની હતી એને અર્થ હત–“પરિવારની સંમતિ વગરના વર -કન્યાનાં અચ્છિક લગ્ન.” ચેલ્લણાની સાથે શ્રેણિકે પણ આ પ્રકારનાં લગ્ન કર્યા હતાં.૩૯
બહુપત્ની પ્રથા એ સમયે બહુ-પત્નીની પ્રથા પણ સમૃદ્ધિ કે વૈભવનું અંગ ગણાતી હતી. રાજા તેમજ રાજકુમાર પોતાના અંતઃપુરમાં અધિક સંખ્યામાં રાણીઓ રાખવામાં ગૌરવ અનુભવતા.૪° આવું વિભિન પ્રાન્તના મિશ્રણરૂપ અંતઃપુર અનેક રાજાઓનો મૈત્રીપૂર્ણ સંબંધ થઈ જવાના કારણે એની રાજનૈતિક સત્તાને શક્તિશાળી બનાવવામાં સહાયભૂત થતું. ધનવાનો બહુપત્ની પ્રથાને ધન, સંપત્તિ, યશ અને ૩૬ ઉત્તરાધ્યયન ૨૧,૭. ૩૭ ઉત્તરાધ્યયન સુખબધા વૃત્તિપત્ર ૧૪ર. ૩૮ ઉત્તરાધ્યયન બૃહદ્દવૃત્તિ પત્ર ૪૯૦ ૩૯ આવશ્યકચૂર્ણિ ૨, પૃ. ૧૬૫, ૧૬૬. ૪૦ ઉત્તરાધ્યયન સુખબધા વૃત્તિ પત્ર ૧૪૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org