________________
૭૬
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
પ્રાગ એક સાથે થયેલે છે. એનાથી એ ફલિત થાય છે કે સમાજમાં બન્નેનું આદરણીય સ્થાન હતું." મહાવીરને પણ માહસુ યા મહામાહણ કહેવામાં આવ્યા છે. આ બ્રાહ્મણે ચૌદ વિદ્યામાં નિષ્ણાત હતા. તેઓ પોતાના વિદ્યાર્થીઓની સાથે અહીંતહીં ફરતા રહેતા. તે સમયે બ્રાહ્મણોમાં યજ્ઞમાર્ગનો વિશેષ પ્રચાર હતે. ભગવાન મહાવીરે દીક્ષા લીધા પછી ચંપાના કેઈ એક બ્રાહ્મણની અગ્નિહોત્રવસહીમાં ચાતુર્માસ કર્યો હોવાનો ઉલ્લેખ છે. ઉત્તરાધ્યયનમાં પણ વિજયઘોષ નામના બ્રાહ્મણે કરેલા યજ્ઞને ઉલ્લેખ છે. બ્રાહ્મણે સ્વપ્ન પાઠક તરીકે પણ કાર્ય કરતા. ભગવાન મહાવીરના પિતાએ આવા એક સ્વપ્નપાઠકને બાલા હતો ૧૧ એ ઉલ્લેખ છે.
ક્ષત્રિય ૭૨ કલાઓનું અધ્યયન કરતા, પણ તેઓ યુદ્ધકલામાં પારંગત હતા. તેઓ પોતાના બાહુબળથી દેશ પર શાસન કરતા હતા. રાજાઓ સર્વશક્તિસંપન્ન વ્યક્તિત્વવાળા થતા હતા.છત્ર,ચામર, સિંહાસન વગેરે જેવાં રાજચિહ્ન હતાં. રાજાના ઉત્તરાધિકારી એનો મોટે પુત્ર બનતો. જે તે વૈરાગ્ય લેતા તે નાના પુત્રને પણ રાજ્યસિંહાસન ૫ આવશ્યક ચૂર્ણિ પૃ. ૭૩.
સરખા- સંયુક્તનિકાય-સમણ બ્રાહ્મણ સૂત્ર ૨. પૃ. ૧૨૯. ૬ (ક) સૂત્રકૃતાંગ ૯૧.
(ખ) ઉપાસક દશાંગ ૭ પૃ. ૫૫. ૭ (ક) ઉત્તરાધ્યયન ટીકા ૩, પૃ. ૫૬. (ખ) બૃહકલપભાય, ૪૫૨૩ તથા આચારાંગ ચૂર્ણિ ૧૮૨માં સંસ્કૃત
ભાષાના વિદ્વાન કહેવામાં આવ્યા છે. ૮ ઉતરાદયયન ૧૨,૧૮–૧૯, ૯ આવશ્યક ચૂર્ણિ પુ. ૩૨૦. ૧૦ ઉત્તરાધ્યયન અ. ૨૫. ૧૧ કપસૂત્ર. ૧૨ ઉત્તરાધ્યયન બૃહદ્વૃત્તિ પત્ર ૪૮૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org