________________
દોષનું ઓપરેશાન
ડાકટર દરદીના ગુમડાનું ઓપરેશન કરે છે તે જોયું છે ? એ પહેલાં તો દરદીને આનંદમાં લાવશે. પછી બહુ હળવા હાથે ગુમડાને તપાસશે... દવાથી ધોઈ નાંખશે.... ‘ઈથર” કે ઈનજેકશનથી ચામડીને બુઠ્ઠી બનાવી દેશે. પછી ચકમકતી છરી ગુમડા પર ફેરવી દેશે ! | વળી, તરત જ સાફસુફી કરી દઈ નવા સુંદર પાટે બાંધી દેશે ! _
આ બધું તે ખાસ રૂમમાં કરવાના. દેાષ એ આત્માનુ ગુમડુ છે. 4
આપણી સમક્ષ એવા ગુમડાવાળા આત્માઓ કેટલા આવે છે ? આપણે એ ગુમડાઓનું ઓપરેશન કેવી રીતે કરીએ ? એના દોષ—ગુમડા પર આપણી તીર્ણ વાણી-છરી ફરી વળે, તે પહેલાં શું આપણે દરદીને આનંદિત કરીએ છીએ ? હળવા હાથે ગુમડુ તપાસીએ છીએ ?.... વગેરે.
તીર્ણ વાણી-છરીથી દેાષ ગુમડાને કાપી નાંખીને પછી પાછા સુદર પાટો બાંધીએ છીએ ?
પરંતુ કહા ને, આપણે કાચા ગુમડાં જ કાપીએ છીએ ! એટલે કાપ્યા પછી દરદીના દુઃખને પાર નથી રહેતો !
વળી, કાપીએ છીએ જાહેરમાં ! ”
આત્મસ વેદન
૮૯
Jain E
.