________________
પ્રારબ્ધની ટાંકી
ટાંકીમાં પાણી ન હોય તે નળમાં પાણી આવે ખરું ? પછી એ નળની પાસે તમે એક કલાક ઊભા રહો કે ચાવીસ કલાક ઊભા રહો ! બુદ્ધિમત્તા તો એમાં છે કે ટાંકીમાં પાણી ભરવાની ચેજના કરવી. પછી જ્યારે પાણી જોઈએ ત્યારે નળ વાટે મળી રહેશે.
એમ તમારું પ્રારબ્ધ જો પુણ્ય વિનાનું છે, પછી તમે બજારમાં એક કલાક ઉભા રહા કે ચોવીસ કલાક ઊભા રહા.... સંપત્તિ નહિ મળે. ગમે તેટલી મથામણ કરો પરંતુ કંઈ વળશે નહિ. ટાંકીમાં પાણી ન હોય પછી નળ સાથે માથું પછાડશે તોય પાણી નહિ નીકળે. લેહી નીકળશે ! એમ પ્રારબ્ધમાં સંપત્તિ નથી, પછી ગમે તેટલા ધમપછાડા કરશે તાય સંપત્તિ નહિ મળશે. કેવળ ફલેશ મળશે !
કામ તે પ્રારબ્ધને પુણ્યભરપૂર બનાવવાનું કરવા જેવું છે અને એ માટે ધમસાધના કરવાની છે. ધમસાધના દ્વારા પુણ્યના ભંડાર તર થાય છે, એવું પુણ્ય બંધાય છે કે એ પુણ્યથી મળેલી સંપત્તિ દ્વારા તમને પુનઃ ધમ કરવાનું જ સૂઝે!
પણ એ ધમ નિષ્કામ ભાવે કરજો છે !
GOLDS TO,
આત્મસ વેદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org