________________
હે પરમ પિતા....પરમ કૃપાનાથ !
અનાદિ કાળથી સંસારમાં રખડતે રખડતે હું આપના દ્વારે આવ્યો છું. નાથ ! મારા પર એક દષ્ટિ કરો....પ્રેમની.... કરુણાની, મારા દેવ ! હું આપનું શરણ અંગીકાર કરું છું. આપના ચરણે. મારૂ સર્વસ્વ અર્પણ કરી દઉં છું.... આપ મારી રક્ષા કરો.... ' હવે મારે આપનું જ શરણ છે....આપના સિવાય, આપને છોડીને હું કયાંય જવાનો નથી.... મારા આત્માની તમામ જવાબદારી હું આપને સોંપું છું.... - આપ કહો....મારા સ્વામી...! હવે હું શું કરું ! આપ જે કહો તે કરવા તૈયાર છું.
|
મારી મખતા... હે અનંતજ્ઞાની નાથ ! e આજ દિન સુધી મેં મારી ઇચ્છાઓને પૂર્ણ કરવા આપની પાસે પ્રાથના કરી ? કેવી મારી મૂખતા.. - મારી ઈચ્છા મારા હિતમાં છે કે અહિતમાં એનું તે મને ભાન નથી.... હું અજ્ઞાની છું.... અને મારી ઈચ્છાને તાબે થવા મેં આપને આઝડ કર્યો..... | નાથ ! મારી આ ભૂલની ક્ષમા આપજે. હે કૃપાનિધિ, આપ અનંતજ્ઞાની છે....મારૂ હિતાહિત આપ જાણો છે. જેમાં મારૂં હિત હોય, એમાં જ મારો વિનિગ કરી દેજો ! જે પદાથ ના સંચાગ મારા અહિતમાં હોય, તેને મારાથી વિચાગ કરજો ! ભલે પછી એમાં હું રડું કે ગમે તે કરૂં.
હે હૃદયેશ ! મેં મારી કોઈ ઈચ્છા રાખી નથી...રાખવી પણ નથી....મેં મારું સંપૂર્ણ સમર્પણ આપના ચરણે કયુ છે.
આત્મસંવેદન
Jain Education International
For Private Personale
library.org