________________
2આત્મદર્શન
( ગુણો જોવા એટલે આત્મા જોવા. કેવળ ગુણા જ દેખાતા થઈ જાય તેને આત્મસાક્ષાત્કાર થઈ જાય. આત્મસાક્ષાત્કાર કરવા માટે ગુણા જ જોવાની વૃત્તિ-પ્રવૃત્તિ હાવી જોઈએ. | દોષ જેવા એટલે દેહ જોવા. પરના દોષ જોનારને કદીય આત્મસાક્ષાત્કાર ન થાય, કારણ કે દોષ અને દેહને વ્યાપ્ય– વ્યાપક ભાવ છે. O) ધુમાડે જોઇને કેાઈ મનુષ્યનું અનુમાન નથી થતું, પરંતુ અગ્નિનું થાય છે. કારણ કે અગ્નિ સાથે ધુમાડાના વ્યાખ્યવ્યાપક ભાવ છે. અર્થાતુ જ્યાં ધુમાડા હાય ત્યાં અગ્નિ હોય છે. અગ્નિ વિના ધુમાડે હાઈ જ ન શકે. તેમ દોષ હોય ત્યાં દેહ હોય જ. દેહ વિના દેષ હોઈ જ ન શકે. એટલે દોષ દશન કેયુ કે દેહ પર જ દષ્ટિ જવાની. દેહનું જ ભાન થવાનું, આત્માનું નહિ. ' આત્માનું ભાન કરવા માટે તો ગુણ-દશન કરવું જોઈએ. ગુણદશન વિના આત્માનું ભાન થઈ શકે જ નહિ. વળી સંસારસ્થ આત્મા માટે તો આત્માનું પ્રત્યક્ષ દર્શન અશક્ય છે. એને તો અનુમાન પ્રમાણુથી જ આત્માનું દર્શન કરવાનું હાય છે. અને અનુમાન પ્રમાણમાં તે લિ"ગીનું જ્ઞાન કરવા લિગજ્ઞાન જોઈએ જ, માટે આત્માનું જ્ઞાન કરવા માટે ગુણાનું દશન અવશ્ય જોઇએ.
વળી આપણે તો ગુણ અને ગુણીના અભેદ સ’મધ પણ માનીએ છીએ.
ગુણ જોયા એટલે ગુણી જોયા. અર્થાત આપણે જ્યાં કોઈના ગુણ જો કે એના આતમાં જ જોયે ! પ્રતિપળ આત્મદશન કરવાના આ કેવા સરળ, સચોટ અને સરસ પ્રાગ છે ! જી વચ્ચે પરસ્પર નિ:સ્વાર્થ સ્નેહ સહદયતા અને મૈત્રીની પ્રતિષ્ઠા કરવાના આ કેવા સુંદર ઉપાય છે !
પ૦
આમસ વેદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org