________________
પ્રીતિ
પ્રીતિ કરવી છે ? જેની સાથે પ્રીતિ કરે તેમાં એવી ચીજ જોઈને પ્રીતિ કરજો કે જે ચીજ એનામાં કાયમ રહેનારી હોય... જે ચીજ કાયમ રહેનારી ન હોય, પરિવર્તનશીલ હોય તે જોઈને તેના પ્રત્યે આકર્ષાઈને જે પ્રીતિ કરી તો એ પ્રીતિ ટકી શકશે નહિ. પ્રીતિના સ્થાને છેષ આવશે. રૂપ, બલ, ધન, સંપત્તિ, સત્તા, પ્રેમ...રાગ.... આમાંનું કંઈ પણ જેઈને પ્રીતિ કરી, તે અતે પસ્તાવાનું થશે. કારણ કે રૂપ વગેરે બધું પરિવર્તનશીલ છે. સામી વ્યકિતમાં તે કાયમ ટકનાર નથી.
ગુરુ સાથેની પ્રીતિમાં પણ આ દયાન રાખજે. ગુરુમાં જે ગુણ કાયમી હોય, તે ગુણ પ્રત્યે તમને જે અનુરાગ હાય, તે તે ગુણથી પ્રીતિ કરજે, તે ક્યારેય પસ્તાવાનો અવસર નહિ આવે ! બીજી એક વાત ધ્યાન રાખજે-જેની સાથે પ્રીતિ કરે તેના પાસેથી કોઈ પણ લેવાની સ્પૃહા ન રાખશે. સમર્પણની ભાવના રાખજે.
૪૮
અમસ વેદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org