________________
જીવનપરિવર્તન માટે બીજા જીવને ધમ પમાડવા પૂર્વે તારે એ તપાસી લેવું જોઈએ કે એ જીવને તારા પ્રત્યે દ્વેષ તો નથીને ? તારા પ્રત્યે રાગ છે કે નહિ ?
જે તને ખબર પડે કે તારા પ્રત્યે એને દ્વેષ છે, તે તારે એ દ્વેષને મીટાવવાના પ્રયત્ન કરવા અને તારા પ્રત્યે એ અનુરાગી અને એ રીતે એની સાથે વર્તાવ રાખવો. બસ, પછી તારે જે ધમ" પમાડવો હશે તે ધમ સરળતાથી તું પમાડી શકીશ.
પણ બીજાના ષ દૂર કરવા માટે તારે ધીરજથી કામ લેવું પડશે. ઉતાવળ કરે નહિ ચાલે. જેમ જેમ એનો શ્રેષ ઘટતા જશે તેમ તેમ એને તારા તરફ અનુરાગ પણ વધત જશે. એને દ્વેષ દૂર કરવા માટે તારે એના તરફ ભાવકરૂણાનો વિચાર કર. એને એ પ્રતીતિ કરાવવી કે તું એને ચાહે છે. , બીજાના જીવન-પરિવર્તન માટે આટલું તો કરવું જ
પડશે.
| સત્કાયની પ્રશંસા ? બીજા જીવના સત્કાયની તારે પ્રશંસા કરવી જોઈએ. એનાથી બીજા આત્માને વધુ ને વધુ સત્કાય કરવાની પ્રેરણા મળે છે. અને તારામાં ગુણાનુરાગના ગુણ ખીલે છે ! આમાં દ્વિગુણ લાભ થાય છે.
વળી, તારા સત્કાયની બીજે જીવ પ્રશંસા કરે, એવી તે ઈચછા રાખે છે. તે તારે બીજાના સત્કાર્યની પ્રશંસા કરવી જ જોઈએ.
| સત્કાય પરમાત્માનું કાય છે. સત્કાયની પ્રશંસા તે કરી એટલે પરમાત્માની પ્રશંસા કરી કહેવાય. એ રીતે પરમામાની કૃપાના પાત્ર બની શકાશે.
આત્મસંવેદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org